બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Gujarat Rain Forecast : Scattered rain may occur in many districts in Gujarat for the next 3 days
Dinesh
Last Updated: 04:29 PM, 18 August 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Gujarat Rain Forecast :રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતો ફરી વરસાદ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આજે પોતાની આગાહી જાહેર કરી છે. જે પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં છૂટોઠવાયો વરસાદ પડી શકે છે.
રવિવારે વલસાડ-નવસારીમાં વરસાદ
અત્રે જણાવીએ કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર અત્યારે કોઈ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી. આગામી 2 દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે.
ડાંગ અને નર્મદામાં પણ વરસાદ રહેશે
છોટાઉદેપુરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ બનવાથી ગુજરાતમાં સામાન્ય વરસાદ સંભાવના છે. માછીમારો માટે કોઈ પણ પ્રકારની અત્યારે વોર્નિગ નથી. ગાંધીનગર, વલસાડ, નર્મદા, દાહોદમાં સિઝનનો ઓછો વરસાદ થશે
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના તો 30 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.