બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Police alert after Kheda Sirapkanda: Action in districts including Bhavnagar-Dwarka

કાર્યવાહી / ખેડા સીરપકાંડ બાદ ગુજરાત પોલીસ એલર્ટ: ભાવનગર-દ્વારકા સહિતના જિલ્લામાં તવાઇ બોલાવી, બોટલો જપ્ત, ઇસમોની અટકાયત

Priyakant

Last Updated: 01:40 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda Syrup Scandal Latest News : ખેડા સીરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. આ તરફ હવે રાજ્યભરની પોલીસ પણ આવી નશીલી અને પ્રાણઘાતક સીરપને લઈ પણ એક્શનમાં આવી

  • સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ
  • બોટાદ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, દ્વારકા, મહેસાણા-બનાસકાંઠામાં કાર્યવાહી
  • ખેડા સીરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો
  • ભાવનગરમાં 60 બોટલ સિરપ તો જામનગરમાં 96 બોટલ સીરપ જપ્ત

Kheda Syrup Scandal Latest News : સીરપકાંડ બાદ સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં બોટાદ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, દ્વારકા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આ સંબંધિત કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે, ખેડા સીરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. આ તરફ હવે રાજ્યભરની પોલીસ પણ આવી નશીલી અને પ્રાણઘાતક સીરપને લઈ પણ એક્શનમાં આવી છે અને અલગ-અલગ જગ્યાએ કે જ્યાં આ પ્રકારની સીરપનું વેચાણ થતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ખેડા સીરપ કાંડમાં હવે તપાસ જેમ જેમ તેજ બની રહી છે તેમ તેમ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તો સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ તરફ નશીલા સિરપકાંડ મામલે 6 વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના કરાઇ છે. આ બધાની વચ્ચે ખેડામાં વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર થઈ છે. જેને લઈ અસરગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. આ તરફ રાજ્યભરમાં આવી સિરપનું વેચાણ કરતાં સામે પણ કાર્યવાહી તેજ બની છે. 

ગઢડામાં આઇસક્રીમના ગોડાઉનમાં સિરપનો જથ્થો ઝડપ્યો
સિરપકાંડ બાદ સિરપના જથ્થાને લઇ પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે. જેમાં ગઢડા પોલીસે રાજ આઇસક્રીમના ગોડાઉનમાં સિરપનો જથ્થો ઝડપ્યો છે. વિગતો  મુજબ 12 હજારની કિંમતની સિરપની 80 બોટલ કબજે કરાઇ છે. જેને લઈ હવે પોલીસે ફરિયાદ દાખલ કરી સિરપનો જથ્થો તપાસ માટે FSLમાં મોકલ્યો હોવાનુ સામે આવ્યું છે. 

ભાવનગરમાં 60 બોટલ સિરપ તો જામનગરમાં 96 બોટલ સીરપ જપ્ત
ભાવનગરમાં નશાકારક સિરપના વેચાણને અટકાવવા પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. જેને લઈ પોલીસ દ્વારા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 60 બોટલ સિરપ જપ્ત કરાઇ છે. ફરિયાદકા ગામમાં SOGએ દરોડા પાડી સિરપની 28 બોટલ જપ્ત કરી તો ઘોઘારોડ પોલીસે દરોડા પાડી સિંધુનગરમાંથી 30થી વધુ સિરપની બોટલ ઝડપી હોવાનું સામે આવ્યું છે.

આ તરફ જામનગર એરફોર્સના ગેટ નંબર 2 પાસેની દુકાનમાંથી કેફીપીણું ઝડપાયું છે. પાનની દુકાનમાંથી નશાકારક સિરપની 96 બોટલ ઝડપાઈ છે. મહત્વનું છે કે, પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. 

પોલીસની રાજ્યવ્યાપી સઘન તપાસ
નશીલા સિરપથી મોતને મામલે પોલીસની રાજ્યવ્યાપી સઘન તપાસ શરૂ થઈ છે. જેને લઈ ગાંધીનગર SOG, LCBએ શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી છે.

ગાંધીનગર SOGએ દવાની 200 બોટલ જપ્ત કરી છે. આ સાથે ગાંધીનગર LCBએ પોર ગામથી 85 જેટલી બોટલ જપ્ત કરી છે.

આ તમામ કાર્યવાહી બાદ હવે પોલીસ દ્વારા પકડાયેલા શંકાસ્પદ સિરપના જથ્થાની તપાસ માટે નમૂના FSLમાં મોકલાયા છે. 

દ્વારકામાં નશાનો વેપલો કરતા ઇસમોની અટકાયત  
દ્વારકામાં આયુર્વેદિક સિરપની આડમાં નશાનો વેપલો કરતા શખ્સોની અટકાયત કરાઇ છે. ઓખાના આર. કે. બંદર વિસ્તારમાં પાનની દુકાનમાંથી સિરપનો જથ્થો મળ્યો હતો. જેમાં 192 નંગ નશાકારક સિરપની બોટલ જપ્ત કરાઇ છે. આ દરમિયાન મુખ્ય સૂત્રધાર સુનિલ સુરેન્દ્ર ઠક્કર સહિત 8 આરોપીની અટકાયત કરાઇ તો પોલીસે 11 મોબાઇલ, સ્માર્ટ વોચ, કાર સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સુનિલ ઠક્કર, ભાવિક પ્રેસવાલા અને આમોદ ભાવે, દિવ્યરાજ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, નિલેશ કાસ્ટા, કુલદીપસિંહ જાડેજા નામના શખ્સની અટકાયત કરી છે. મહત્વનું છે કે, 8 આરોપીઓની રાજ્યના અલગ અલગ સ્થળેથી અટકાયત કરાઇ છે. 

ઊંઝામાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો
ખેડામાં 5 લોકોના મોત બાદ મહેસાણા પોલીસ હરકતમાં આવી છે. મહેસાણા બાદ ઊંઝામાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો છે. મહેસાણા LCBએ ઊંઝામાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. જય વિજય રોડ પર ગોકુલ ડેરી પાર્લરમાંથી 121 બોટલ મળી આવી છે. આ તરફ હવે મહેસાણા પોલીસ જિલ્લાના તમામ પાર્લરોમાં તપાસ કરી રહી છે. જિલ્લામાં અનેક જગ્યાએ પાર્લરોમાં આયુર્વેદિક શિરપનુ વેચાણ થાય છે. 

ભીલડી પોલીસે અંજની પાર્લરના ગોડાઉનમાં પાડ્યા દરોડા 
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપનો જથ્થો ઝડપાયો છે. ભીલડી પોલીસે અંજની પાર્લરના ગોડાઉનમાં દરોડા પાડ્યા છે. 1090 બોટલ સહીત 1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા ગેરકાયદેસર વેંચાણ કરતા લોકો પર કાર્યવાહી કરાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ