બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat / PM Modi will celebrate Diwali with Kashmir Border and CM Bhupendra Patel going to Kutch Border

ધોરડો કચ્છ / PM મોદી કાશ્મીર બોર્ડર અને CM ભૂપેન્દ્ર પટેલ કચ્છ બોર્ડરે જવાનો સાથે ઉજવશે દિવાળી

Mehul

Last Updated: 07:21 PM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશના જવાનો સાથે  દીપાવલી પર્વ મનાવશે. દિવાળીની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડો પહોચ્યા હતા તિરંગા કાર્યક્રમમાં ઉપસ્થિત.

  • કચ્છના ધોરડો પહોચ્યા મુખ્યમંત્રી 
  • દીપાવલી પર્વ મનાવશે જવાનો સાથે 
  • નૂતન વર્ષે ગાંધીનગર-અમદાવાદમાં 

પોણા બે  મહિના પહેલા ગુજરાતમાં રચાયેલી નવી સરકારના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડોમાં પહેલી વાર સતાવાર રીતે પહોચ્યા હતા.જ્યાં દીપાવલી પર્વ દેશની સરહદના પ્રહરી એવા જવાનો સાથે  દિવાળી મનાવશે. રાજ્યના મુખ્યમંત્રી રહેતા  તત્કાલીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાડેલી સતાવાર પરંપરાને  તમામ અનુગામી મુખ્યમંત્રીઓએ અનુસરી છે. આનંદી બહેન પટેલ, વિજય રૂપાણી  અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશના જવાનો સાથે  દીપાવલી પર્વ મનાવશે. દિવાળીની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડો પહોચ્યા હતા કચ્છનાં સફેદ રણ ધોરડોમાં  ત્રિરંગા કાર્યક્રમ છે .ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પુર્ણેશ મોદી પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુવારની સાંજે ધોરડોમાં તિરંગા યાત્રા સાથે  રંગારંગ સાંસ્કૃતિક યોજાયો હતો. કચ્છની ફૂલ ગુલાબીયત ઠંડીમાં રાજ્યના મુખ્યમંત્રી સાથે વરિષ્ઠ કેબીનેટ મંત્રી અને વિધાનસભા સ્પીકર સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા


 નૂતન વર્ષ પ્રારંભ દિવસે મુખ્યમંત્રી ગાંધીનગરમાં 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2078ના પ્રારંભ દિવસે ,શુક્રવારે સવારે 7 વાગ્યે  ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ  તેઓ 7.25 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે.ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે 8 થી 8.45 સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

મુખ્યમંત્રી અમદાવાદમાં 
.   
મુખ્યમંત્રી પટેલ  સવારે10.45 થી 11.45 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. 
તે પૂર્વે મુખ્યમંત્રી 10.20 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે 
મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે 11.50 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

PM મોદી જમ્મુ-કાશ્મીરમાં જવાનો સાથે મનાવશે દીપાવલી 

ગુજરાતના મુખ્યમંત્રી રહેતા જે પરમ્પરા પાડી હતી તે જ પરંપરાને અનુસરતા વડાપ્રધાન મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશની સુરક્ષામાં સરહદે તહેનાત વીર જવાનો સાથે દીપાવલી પર્વ મનાવતા આવ્યા છે. વડાપ્રધાન મોદી આવતીકાલે જમ્મુ-કાશ્મીર બોર્ડર પર તહેનાત જવાનો સાથે દીપાવલી પર્વ મનાવી તેઓને શુભકામનાઓ પાઠવશે.સંવાદ પણ કરશે.વડાપ્રધાનનાં આ સ્તુત્ય પગલાથીઓ દેશની સરહદ પર રહેલા જવાનોનો આત્મવિશ્વાસ પણ બુલંદ થયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ