બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat new Lokayukta justice r h shukl take oath

શપથ ગ્રહણ / ગુજરાતમાં નવા લોકાયુક્ત પદે નિવૃત જસ્ટિસ રાજેશ એચ શુક્લએ લીધા શપથ

Gayatri

Last Updated: 01:21 PM, 23 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતમાં લોકાયુક્તનું પદ ખાલી હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં નિવૃત્ત જસ્ટિસ રાજેશ એચ શુક્લે ગુજરાતના નવા લોકાયુક્ત પદે શપથ લીધા હતા.

  • ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લએ લીધા શપથ
  • HCના મુખ્ય ન્યાયાધિશ સહિતના જજ રહ્યાં હાજર
  • છેલ્લા દોઢ વર્ષથી લોકાયુક્તનું સ્થાન હતું ખાલી

રાજભવન ખાતે રાજ્યપાલે લેવડાવ્યા શપથ 

ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસ રાજેશ એચ શુક્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્યમંત્રી  વિજય ભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા

કોણ કોણ રહ્યા હાજર

શપથવિધીમાં CM રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યાં હતા. HCના મુખ્ય ન્યાયાધિશ સહિતના જજ હાજર રહ્યાં હતા. છેલ્લા દોઢ વર્ષથી લોકાયુક્તનું સ્થાન હતું ખાલી. 

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્ય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો.

જસ્ટિસ આર એચ શુક્લા કોણ છે

1981માં વકીલાતનો વ્યવસાય અપનાવ્યા બાદ તેમણે 1982થી ગુજરાત સરકારના પેનલ પરના ખાસ વકીલના પ્રતિનિધી તરીકે કામ કર્યું છે. 1994માં તેઓ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ જજ બન્યા. અમદાવાદમાં 1988માં થયેલાં પ્લેન ક્રેશના કેસમાં ભોગ બનનારાં લોકોને વળતર આપવાનો ચૂકાદો પણ તેમણે સંભળાવ્યો હતો. નવેમ્બર 2007માં ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયમૂર્તિ, મે 2009માં તેઓ કાયમી જજ બન્યા હતા. નિવૃત્ત જસ્ટીસ આર એચ શુક્લાએ 2010માં એક VIP વ્યક્તિના જામીન આપ્યા હતા જે હાલમાં દેશમાં એક મહત્વના અને શક્તિશાળી પદ પર કાર્યરત છે. 

લોકાયુક્તનું શું કાર્ય હોય છે

લોકાયુક્તને મુખ્ય પ્રધાન સહિત રાજ્યના મંત્રીઓ વિરુદ્ધ સરકારમાં ગેરરીતિઓ અથવા ભ્રષ્ટાચાર અથવા ભ્રષ્ટ વ્યવહાર અંગેની ફરિયાદોની તપાસ માટે પણ સત્તા આપવામાં આવી છે. તેમનું મુખ્ય કામ રાજ્યમાં થતાં ભ્રષ્ટાચાર રોકવાનું તેમ જ ફરિયાદોને આધારે કાર્યવાહી કરવાનું મુખ્ય કામ હોય છે. 

લોકાયુક્તની કેવી રીતે પસંદગી થાય છે

ઉલ્લેખનીય છે કે, લોકાયુક્તની નિમણૂંક માટે એક ખાસ કમિટી બનાવવામાં આવી હોય છે જેમાં મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા સામેલ હોય છે. 

અગાઉ કોણ હતુ લોકાયુક્ત

અગાઉ જસ્ટિસ ડી.પી.બુચ 5 વર્ષ સુધી ગુજરાતમાં લોકાયુક્ત રહ્યાં હતા. ડિસેમ્બર 2018માં ડી.પી.બુચનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. લોકાયુક્ત સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર રોકવા કામ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ