ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતો માટે મહત્વના સમાચાર, બે-પાંચ નહીં આટલા દિવસ બંધ રહેશે APMC
Last Updated: 05:40 PM, 10 October 2025
ADVERTISEMENT
APMC Closed To Diwali : દિવાળીનાં પર્વે સમગ્ર દેશમાં ખુશીના માહોલ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ઉત્સવનું ઉજવણીભર્યું આયોજન થાય છે. આ તરફ મહેસાણાના ઊંઝા તાલુકાની APMCમાં પણ દિવાળીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. વેપારીઓ અને ખેડૂતોના તહેવાર દરમિયાન આરામ અને ઉજવણી સુનિશ્ચિત કરવા માટે ઊંઝા APMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
માહિતી મુજબ 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી કુલ 9 દિવસ ઊંઝા APMCમાં તમામ હરાજી તથા વેપારકામકાજ બંધ રહેશે. આ નિર્ણય વેપારી એસોશિયેશનની માંગણીઓના આધારે લેવામાં આવ્યો છે, જેને APMC દ્વારા સંમતિ આપવામાં આવી છે.

ADVERTISEMENT
APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, દિવાળી હિંદુ નવું વર્ષ છે અને વેપારીઓ માટે આ પર્વ ખૂબ જ મહત્વનો છે. વેપારીઓની માંગને ધ્યાનમાં લઈને માર્કેટ યાર્ડને 9 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના પાવન અવસરે ખેડૂતો અને વેપારીઓને તહેવાર મનાવવા માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી માર્કેટ બંધ રાખવામાં આવશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, આ તારીખે જાહેર થશે PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ
APMC બંધ રહેવાના દિવસો
ADVERTISEMENT
નોંધનીય છે કે, અગાઉથી જાહેરાત કરવામાં આવતા વેપારીઓ અને ખેડૂતભાઈઓ માટે આયોજન કરવું સરળ બન્યું છે. ઉત્સવ પછી વ્યવસાય ફરીથી ઝડપથી ચાલુ થઈ શકે તે માટે પણ તૈયારી પહેલેથી જ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ