બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court takes strict stance on bad road-traffic problem in Ahmedabad

BIG BREAKING / અમદાવાદમાં ખરાબ રસ્તા-ટ્રાફિકની સમસ્યા પર ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ: કહ્યું કાયદાનો ડર બેસાડવાનું કામ સરકારનું, નબીરાઓ ખૂલેઆમ....

Malay

Last Updated: 12:42 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈને કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે અમદાવાદના ટ્રાફિક અને મનપા કમિશનરને બપોરે 2.30 વાગ્યે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

  • અમદાવાદમાં બિસ્માર રોડ-રસ્તા અને ટ્રાફિકની સમસ્યા 
  • રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે HCમાં રજૂ કર્યો રિપોર્ટ
  • ટ્રાફિક અને મનપા કમિશનરને કોર્ટમાં હાજર રહેવા આદેશ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને બિસ્માર રોડ-રસ્તાને લઈને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયા બાદ ટ્રાફિક અને મનપા કમિશનરને બપોરે 2.30 વાગ્યે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે. 

No description available.


ટ્રાફિકની સમસ્યાને લઈને HCમાં રજૂ કરાયો રિપોર્ટ
રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં પિકઅવર્સમાં સૌથી વધુ ટ્રાફિકજામની સમસ્યાનું કારણ ગેરકાયદે પાર્કિંગ છે. ગેરકાયદે વાહન પાર્કિંગથી શહેરના રોડ-રસ્તા સાંકડા થયા છે. આડેધડ પાર્કિંગને કારણે થતા ટ્રાફિકજામના ફોટોગ્રાફ્સ પણ રિપોર્ટની સાથે રજૂ કરવામાં આવ્યા છે. 

GPSCની વધુ એક ભરતી પહોંચી હાઈકોર્ટના દ્વાર સુધી: અરજદાર પરીક્ષાર્થીઓને લઇ  આપ્યો મહત્વનો આદેશ | Another recruitment of GPSC reached the High Court
ફાઈલ ફોટો

રોંગ સાઈડમાં ડ્રાઈવિંગના ફોટોગ્રાફ્સ રજૂ કરાયા
રિપોર્ટમાં જણાવાયું છે કે, શોપિંગ સેન્ટરની બહાર આડેધડ પાર્કિંગથી પણ ટ્રાફિકજામની સમસ્યા થાય છે. સર્વિસ રોડ પર ખોદાયેલા ખાડાને કારણે રસ્તાનો ઉપયોગ થતો નથી. ટ્રાફિક પોલીસ પણ રોંગ સાઈડથી આવતા વાહનોને અટકાવતી નથી. મકરબાથી કે.ડી હોસ્પિટલ સુધી સૌથી વધુ ગેરકાયદે પાર્કિંગ થાય છે. રિપોર્ટમાં આકાશ ટાવરથી જજીસ બંગલો રોડ પર રોંગ સાઈડમાં ડ્રાઈવિંગના ફોટોગ્રાફ્સ રજૂ કરાયા છે. અંકુર ચાર રસ્તાની આસપાસના તમામ શોપિંગ સેન્ટરમાં ખાણી-પીણી બજારથી પાર્કિંગની સમસ્યા થાય છે. સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કેશવબાગથી પકવાન ચાર રસ્તાની ફૂટપાથ પર પાર્કિગથી ટ્રાફિક થાય છે.

ફાઈલ ફોટો

સી.જી રોડ પર ગેરકાયદે દબાણ વધતા રસ્તા થયા સાંકડાઃ રિપોર્ટ
નારણપુરા ચાર રસ્તાથી હાઈકોર્ટ જતા માર્ગ પર સૌથી વધુ રખડતા ઢોર રોડનો ત્રાસ છે. તો સી.જી રોડ પર ગેરકાયદે દબાણ વધવાથી રોડ-રસ્તા સાંકડા થઈ ગયા છે. થલતેજ મેટ્રો સ્ટેશન નીચે રિક્ષાચાલકોએ જાતે રિક્ષા પાર્કિંગ બનાવીને અડીંગો જમાવ્યો છે તેવું હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગોતામાં તૂટેલા રોડને લીધે ટ્રાફિકજામ થાય છે. આ રિપોર્ટમાં પાનના ગલ્લાની બહાર સૌથી વધુ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક જામના ફોટોગ્રાફસ રજૂ કરાયા છે. 

ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈ હાઈકોર્ટનું વલણ
ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈ હાઈકોર્ટે પછ્યું કે રોડ રસ્તા પર થતા સ્ટંટ રોકવા શું પગલા લેવાઈ રહ્યાં છે?, હાઈકોર્ટે કહ્યું કે નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે, અમે તમને પુરતો સમય આપી ચુક્યા છીએ. વર્ષ 2006, 2018 અને હવે 2023 આવી ચુક્યુ છે. આટલા વર્ષો બાદ પણ કોઈ એક્શન લેવાયા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ