બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court close 4 days Coronavirus

કોરોના સંકટ / હાઈકોર્ટના 17 કર્મચારીઓને કોરોના થતા કોર્ટ આ 4 દિવસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Hiren

Last Updated: 12:27 AM, 10 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનું ગ્રહણ એકવાર ફરી હાઇકોર્ટ પર લાગ્યું છે. સતત કોરોનાનું સંક્રમણ વધતા હાઈકોર્ટ 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 12થી 15 સપ્ટેમ્બર સુધી હાઇકોર્ટ બંધ રહશે.

  • ગુજરાત હાઇકોર્ટમાં કુલ 17 કર્મચારીઓ કોરોના પોઝિટિવ 
  • કોર્ટ 12થી 15 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય
  • હાઈકોર્ટને સેનિટાઇઝ કરવામાં આવશે

હાઈકોર્ટ શરુ કરતા પહેલા જ 4 કર્મચારીઓ બાદમાં 2 કર્મચારી અને બુધવારે વધુ 11 કર્મચારીઓનો કોરોના પોઝીટીવ આવતા હાઇકોર્ટમાં ખળભળાટ મચ્યો છે. હાઈકોર્ટના કુલ 17 કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે. સરકારી વકીલની ઓફીસમાં કામ કરતા કર્મચારીઓને કોરોના થયો છે. આ ઘટનાને લઇને કર્મચારીઓ અને વકીલોમાં ચિંતા ફેલાઇ છે.

જેથી હવે હાઇકોર્ટમાં ફરી ફિઝિકલ સુનાવણી શરૂ થવાની શક્યતા નહિવત જણાઈ રહી છે. 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી કોર્ટને બંધ રાખવા આવશે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના બિલ્ડિંગ, હોલ અને આખા કેમ્પસને સેનિટાઇઝ કરવામાં આવશે.

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1329 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,08,295 પર પહોંચ્યો છે. તો આજે 1336 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.01% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,328 છે. આજે સંક્રમણથી 16 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3152 પર પહોંચ્યો છે. ત્યારે બુધવારે ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.

09/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 171
સુરત 266
વડોદરા 126
ગાંધીનગર 35
ભાવનગર 46
બનાસકાંઠા 12
આણંદ 12
રાજકોટ 154
અરવલ્લી 7
મહેસાણા 22
પંચમહાલ 29
બોટાદ 9
મહીસાગર 16
ખેડા 11
પાટણ 25
જામનગર 113
ભરૂચ 24
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 14
દાહોદ 22
છોટા ઉદેપુર 11
કચ્છ 13
નર્મદા 8
દેવભૂમિ દ્વારકા 18
વલસાડ 13
નવસારી 11
જૂનાગઢ 37
પોરબંદર 7
સુરેન્દ્રનગર 13
મોરબી 30
તાપી 14
ડાંગ 0
અમરેલી 29
અન્ય રાજ્ય 0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ