બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court Chief Justice Soniaben Gokani will retire today

અમદાવાદ / ગુજરાત HCના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ આજે થશે નિવૃત્ત, જુઓ હવેથી કોણ ચાર્જ સંભાળશે

Malay

Last Updated: 08:07 AM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે નિવૃત્ત થશે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરવામાં આવી છે.

  • ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ આજે થશે નિવૃત 
  • સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું કરાયું હતું આયોજન 
  • જસ્ટિસ એ.જે. દેસાઈ સોમવારે ચાર્જ સંભાળશે

ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિએ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇ (આશીષ જીતેન્દ્ર દેસાઈ)ની નિમણૂંક કરી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટના માધ્યમથી માહિતી આપી હતી.

17 ફેબ્રુઆરીએ કરાઈ હતી નિમણૂંક
ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવામાં આવતા મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી પડતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની 17 ફેબ્રુઆરીએ નિમૂણંક કરાઈ હતી. જોકે, સોનિયાબેન ગોકાણી વય મર્યાદાના કારણે આજે નિવૃત થઈ રહ્યા છે. તેઓ માત્ર 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શક્યા છે.

સોમવારે ચાર્જ સંભાળશે એ.જે. દેસાઈ 
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની નિવૃત થતાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરાઈ છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ સોમવારે ચાર્જ સંભાળશે. તેઓ મૂળ વડોદરાના છે. 

કોણ છે જસ્ટિસ એ.જે. દેસાઈ

- રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂંક કરી છે.
- જસ્ટિસ એ.જે. દેસાઈ સોમવારે ચાર્જ સંભાળશે
- જસ્ટિસ એ.જે. દેસાઇ મૂળ વડોદરાના છે
- એ.જે.દેસાઇના પિતા 1983થી 1989 સુધી હાઇકોર્ટના જસ્ટિસ હતા
- 2011માં હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂંક થઇ હતી
- અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રના વિષયમાં ગ્રેજયુએટ થયેલા છે
- જસ્ટિસ એ.જે.દેસાઇની હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર તરીકે નિમણૂંક થઇ હતી
- પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ નિમણૂંક કરાઇ હતી


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ