બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 8 July 2020 update Gujarat

ચિંતા / છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 783 કોરોનાના કેસ, સુરતમાં રેકોર્ડ તૂટ્યો, કુલ ઍક્ટિવ કેસ ચોંકાવનારા

Kavan

Last Updated: 07:29 PM, 8 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 783 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 38,419 પર‬ પહોંચ્યો છે. આ સાથે જ ગુજરાતમાં હાલ 9,111 એક્ટિવ કેસ છે.

  • ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાના 700થી વધુ કેસ 
  • રાજ્યમાં કુલ દર્દીઓનો આંકડો 38,419 પર‬ પહોંચ્યો
  • સુરતમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 27,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 16 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,995‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. 

સતત પાંચમાં દિવસે ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ 

ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ આજે સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ 735 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ અને મંગળવારે 778 કેસ અને આજે 783 નવા કેસ નોઁધાયા હતા.

સુરતમાં કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો 

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 273 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 215 અને સુરત જિલ્લામાં 58 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,731 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 199 લોકોના મોત થયાં છે. આમ આ સાથે જ સુરતમાં હાલ 2166 એક્ટિવ કેસ છે.  
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 156 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 149 અને અમદાવાદ જિલ્લામાં 07 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,418 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 170 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,249 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,503‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3658 એક્ટિવ કેસ છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત

08/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 156
સુરત 273
વડોદરા 67
ગાંધીનગર 19
ભાવનગર 19
બનાસકાંઠા 15
આણંદ 5
રાજકોટ 39
અરવલ્લી 2
મહેસાણા 15
પંચમહાલ 1
બોટાદ 1
મહીસાગર 4
ખેડા 11
પાટણ 4
જામનગર 9
ભરૂચ 16
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 4
દાહોદ 18
છોટા ઉદેપુર 1
કચ્છ 10
નર્મદા 4
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 27
નવસારી 14
જૂનાગઢ 11
પોરબંદર 0
સુરેન્દ્રનગર 16
મોરબી 3
તાપી 1
ડાંગ 3
અમરેલી 7
અન્ય રાજ્ય 0

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે 

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 22418 17259 1503 3656
સુરત 6731 4366 199 2166
વડોદરા 2768 1998 51 719
ગાંધીનગર 773 573 32 168
ભાવનગર 413 193 13 207
બનાસકાંઠા 279 185 13 81
આણંદ 262 227 13 22
રાજકોટ 509 172 15 322
અરવલ્લી 235 196 24 15
મહેસાણા 359 168 13 178
પંચમહાલ 221 161 16 44
બોટાદ 106 73 3 30
મહીસાગર 165 119 2 44
ખેડા 239 145 13 81
પાટણ 257 153 17 87
જામનગર 298 158 6 134
ભરૂચ 345 163 10 172
સાબરકાંઠા 219 133 8 78
ગીર સોમનાથ 98 50 1 47
દાહોદ 103 49 1 53
છોટા ઉદેપુર 67 50 2 15
કચ્છ 219 121 6 92
નર્મદા 100 81 0 19
દેવભૂમિ દ્વારકા 28 20 2 6
વલસાડ 277 94 5 178
નવસારી 180 84 2 94
જૂનાગઢ 209 68 4 137
પોરબંદર 21 16 2 3
સુરેન્દ્રનગર 227 114 8 105
મોરબી 51 21 2 28
તાપી 29 9 0 20
ડાંગ 7 4 0 3
અમરેલી 118 66 8 44
અન્ય રાજ્ય 88 24 1 63
TOTAL 38419 27313 1995 9111
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ