બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat govt to impose night curfew and more restrictions in state: sources

BIG BREAKING / ગુજરાતમાં આ પ્રકારના કડક પ્રતિબંધ લાગે તેવા એંધાણ, શાળાઓ માટે પણ લેવાશે મોટો નિર્ણય

Last Updated: 12:53 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BIG BREAKING: કોરોના સંક્રમણ વધતાં ગુજરાતમાં કોરોના નિયમો કડક બનાવાય તેવા એંધાણ, ગાંધીનગરમાં મુખ્ય સચિવની હાઇલેવલ બેઠક શરૂ

  • રાજ્યમાં વધી રહ્યુ છે કોરોના સંક્રમણ
  • રાજ્ય સરકારે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
  • ગુજરાતમાં લાગુ થઇ શકે છે કડક નિયમો

રાજ્યમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે  જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અઁગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

10 જાન્યુઆરી બાદ શાળાઓ મુદ્દે લેવાશે નિર્ણય

રાજ્યમાં તરૂણોને કોરોના રસી આપવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. શાળામાં કોરોનાના કેસ વધતા ઓફલાઇન સ્કૂલો ચાલુ રાખવી કે કેમ તે અંગે પણ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.  10 જાન્યુઆરી બાદ રાજ્ય સરકાર શાળાઓ ચાલુ રાખવી કે ઓનલાઇન શિક્ષણ યથાવત કરવુ તે અંગે નિર્ણય લેશે

કડક નિયમો લાગુ થઇ શકે

રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્યક છે પરંતુ 3 હજારથી પણ વધારે કેસો રાજ્યમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. જે જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા છે. વધતા કેસને પગલે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયમો લાવી શકે છે. હાલમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યૂ છે તેનો સમય પણ વધારી શકે છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા ત્રીજી લહેરના સુનામી મોજા શરૂ થઈ ચૂક્યા છે બુધવારે સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે આવ્યા. જ્યારે સુરતમાં 690 કેસ તો વડોદરામાં 181, કેસ અને રાજકોટમાં 159 કેસ સામે આવ્યા. રાજ્યમાં બુધવારે કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વેન્ટિલેટર પર 32 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો 236 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરતા હવે રાજ્યમાં 10,994 કોરોના એક્ટિવ કેસ થઈ ગયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus restictions કોરોના ગુજરાત નાઇટ કર્ફ્યૂ coronavirus
Khyati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ