બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Gujarat fishermen celebrate Coconut Purnima

ગીર સોમનાથ / હોડીઓને શણગારી, દરિયા દેવની પૂજા, ગુજરાતના માછીમારોએ કરી નાળિયેર પૂર્ણિમાની ઉજવણી, પરંપરાગત મહત્વ જાણવા જેવું

Vishal Khamar

Last Updated: 09:02 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુત્રાપાડાનાં ધામળેજ ગામે માછીમારો દ્વારા દરિયાઈ દેવની પૂજા અર્ચનાં કરી નારિયેળી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે માછીમારો દ્વારા પરંપરાગત રીતે ખીરનો પ્રસાદ શ્રીફળ સુંદડી અને મોડીઓ સમુદ્રમાં પધરાવી રક્ષાની કામનાં કરાઈ હતી.

  • સુત્રાપાડાના ધામળેજ ગામે માછીમારો દ્વારાએ નારિયેળી પૂર્ણિમાની ઉજવણી કરી
  •  દરિયાઈ દેવને પૂજન કરી નારિયેળી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
  • માછીમારો દ્વારા ખીર તેમજ શ્રીફળ ચુંદડી સમુદ્રમાં પધરાવી કરી રક્ષાની કામનાં

આજે નાળિયેર પૂનમના દિવસે સુત્રાપાડાના ધાળેજ ગામે માછીમારો દ્વારા દરિયા દેવની પૂજા કરી નાળિયેર પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દરિયા દેવની પૂજા કર્યા બાદ હોડીઓની પૂજા કરી હાર તોરણથી હોડીઓને શણગારવામાં આવી હતી. અને શુભ મુહૂર્તમાં દરિયો ખેડવાનો પ્રારંભ કર્યો હતો. મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વસેલા ગામના માછીમારો દર વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે નાળિયેર પૂનમે સમુદ્રનું પૂજન કરીને દરિયો ખેડવાનો પ્રારંભ કરે છે. પરંપરાગત રીતે ખીરનો પ્રસાદ, શ્રીફળ, ચુંદડી સમુદ્રમાં પધરાવી રક્ષાની કામના કરવામાં આવે છે. 

માછીમારો શ્રાવણ સુદ પૂર્ણિમાનાં દિવસે સમુદ્રનું પૂજન કરે છે
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વસેલા ગામડામાં રહેતા દરિયાઈ ખેડૂત જીવન નિર્વાહ ચલાવવા માછીમાર પરિવારો દ્વારા દર વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા નાળિયેરી પૂનમે સમુદ્રનું પૂજન કરી દરિયો ખેડવાનો પ્રારંભ કરે છે.  ત્યારે માછીમારો દ્વારા સાથે સાથે પેઢી દર પેઢીનો વ્યવસાય વારસો અકબંધ જાળવી રાખ્યો છે.  ગીર સોમનાથ જિલ્લામાં ધામલેજ ગામે વસતા કેટલાક માછીમાર પરિવારો આ વ્યવસાય સાથે આજે પણ જોતરાયેલા છે.


દરિયાદેવનું પૂજન કર્યા બાદ હોડી ઓની પૂજા કરી હાર તોરણથી શણગારવામાં આવી
આજે રોજ ધામળેજ ગામના માછીમાર પરિવાર દ્વારા દરિયામાં ભરતી આવતાની સાથે જ પૂજા સામગ્રી સાથે સમુદ્ર તટે પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ દરિયાદેવનું પૂજન કર્યા બાદ હોડી ઓની પૂજા કરી હાર તોરણથી શણગારવામાં આવી હતી અને શુભ મુહૂર્તમાં દરિયો ખેડવાનો પ્રારંભ કર્યો હતો.
દરિયાદેવનાં ઉગ્ર સ્વરૂપને શાંત કરવા માછીમારો નાળિયેરી પૂનમે પૂજા કરે છે
સૌ પ્રથમ ચોમાસુ દરિયામાં બેસે છે. જે બાદ ચોમાસુ તટ તરફ ગતિ કરે છે. આ ચોમાસાનાં ચાર માસ દરિયાદેવ ઉગ્ર હોય છે. પરંતું આ ઉગ્ર સ્વરૂપને શાંત સ્વરૂપ બનાવવા દર વર્ષે માછીમારો નાળિયેરી પૂનમે માછીમારો રત્નાકર ભગવાનની સ્તૃતિ વંદનાં કરી રત્નાકરને પ્રિય એવી ખીરનો ભોગ કરે છે. અને ત્યાર બાદ શ્રીફળ, ચૂંદડીઓ ચઢાવવાથી ભગવાન રત્નાકર શાંત બની જાય છે. જેથી જ્યારે દરિયો ખેડવા જઈએ. ત્યારે દરિયાદેવ અમારૂ રક્ષણ કરે છે. ત્યારે આ પરંપરા વર્ષોથી અકબંધ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ