Gujarat cabinet minister kunvarji bavaliya complaint to the collector
ગુજરાત /
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે સરકારી જમીન દબાવી હોવાના આક્ષેપને લઇને કલેકટરમાં ફરિયાદ
Team VTV10:55 AM, 20 Jan 21
| Updated: 11:09 AM, 20 Jan 21
ગુજરાતમાં એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભણકારા વાગી રહ્યાં છે ત્યારે બીજી તરફ ચૂંટણી અગાઉ જૂના પ્રકરણો ફરી ખુલી રહ્યાં છે. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે 100 વિઘા સરકારી જમીન દબાવી હોવાના આક્ષેપને કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ જુના પ્રકરણો ફરી ખુલ્યા
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે કલેક્ટરમાં ફરિયાદ
બાવળિયા સામે 100 વિઘા સરકારી જમીન દબાવી હોવાનો આક્ષેપ
હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભણકારા વાગી રહ્યાં ચે ત્યારે રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા હાલ ચૂંટણીલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે રાજ્યની સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ધક્કા સમાન સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે 100 વિઘા સરકારી જમીન દબાવી હોવાના આક્ષેપને લઇને કલેકટરમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
કેબિનેટ મંત્રી સામે રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિના પ્રમુખે કલેકટરમાં ફિયાદ કરી છે. જેમાં કોટડા સર્વે નંબર 54ની જમીન પર દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સાથે અમરાપુરના સર્વે નંબર 181ની જમીન દબાણ કર્યાનો પણ આક્ષેપ લગાવામાં આવ્યો છે. જેના માટે ગ્રામ પંચાયતના લેટર પેડ પર ખોટી સહી કરી હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટલેને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.