બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / govt should think about budget before Welfare scheme announcement says supreme court

ટકોર / યોજના લાવતા પહેલાં હિસાબ તો કરી લો, જેથી માત્ર 'જુમલા' જ ન રહે: SCએ કેન્દ્ર સરકારને ઝાટકી

Dhruv

Last Updated: 09:54 AM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે, 'કલ્યાણકારી યોજના લાવતા પહેલાં નાણાકીય અસરનું મૂલ્યાંકન કરો નહીં તો તે માત્ર 'જુમલા' બનીને ના રહી જાય.

  • સુપ્રીમ કોર્ટની કલ્યાણકારી યોજનાઓને લઇ સરકારને ટકોર
  • કલ્યાણકારી યોજના લાવતા પહેલાં નાણાકીય અસરનું મૂલ્યાંકન કરો
  • શિક્ષણનો અધિકાર અધિનિયમનું ઉદાહરણ આપીને સમજાવ્યું

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કલ્યાણકારી યોજનાઓ અથવા કાયદો રજૂ કરતા પહેલાં સરકારોએ રાજ્યની તિજોરી પર નાણાકીય અસરનું મૂલ્યાંકન કરવું જોઈએ. યોજનાઓને સર્વગ્રાહી રીતે નહીં જોવામાં આવે તો તે માત્ર જુમલો બનીને રહી જશે. જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે બુધવારે જણાવ્યું કે, શિક્ષણનો અધિકાર અધિનિયમ ટૂંકી દૃષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે.

કાયદો બનાવવામાં આવ્યો પણ શાળા ક્યાં છે?

કાયદો બનાવવામાં આવ્યો પણ શાળા ક્યાં છે? જસ્ટિસ લલિતે કહ્યું કે, નગરપાલિકાઓ, રાજ્ય સરકારો સહિત વિવિધ સત્તાવાળાઓએ શાળાઓ બનાવવાની છે. તેમ છતાં તેમને શિક્ષકો નથી મળતા. કેટલાંક રાજ્યોમાં શિક્ષામિત્ર છે, જેઓને નિયમિત ચૂકવણી માટે માત્ર 5,000 રૂ. મળે છે. જ્યારે આવાં કેસ કોર્ટમાં આવે છે ત્યારે સરકાર બજેટની મર્યાદાઓનો હવાલો આપે છે. તેઓએ કહ્યું કે, કૃપા કરીને આ દિશામાં કામ કરો, નહીં તો તે માત્ર જુમલો જ બનીને રહી જશે.

પીઠ દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે ઘડવામાં આવેલા ઘરેલુ હિંસા અધિનિયમના મૂળભૂત માળખામાં મોટા પ્રમાણમાં અંતરને ભરવાની માંગ સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ગેપ (અંતર) ને ભરવાની જરૂર છે, જેથી અત્યાચારનો સામનો કરતી મહિલાઓને અસરકારક કાનૂની સહાય પૂરી પાડી શકાય. અરજીમાં કાયદા હેઠળ ફરિયાદ નોંધાવ્યા બાદ આવી મહિલાઓ માટે શેલ્ટર હોમ બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી.

કોર્ટરૂમ લાઈવઃ સુપ્રીમ કોર્ટે કહ્યું- રેવન્યુ ઓફિસર્સ સારા સંરક્ષણ અધિકારી ના હોઈ શકે.
જસ્ટિસ લલિતઃ એક રેવન્યુ ઓફિસર સારા સંરક્ષણ અધિકારી ના હોઈ શકે. આ એક વિશેષ પ્રકારની નોકરી છે, જેની માટે અલગ-અલગ તાલીમની જરૂર પડે છે.
એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીઃ તેઓને તાલીમ આપવામાં આવી છે.
જસ્ટિસ ભટ: પહેલાં તમારે હિંસાનું કેટલું રિપોર્ટિંગ થઇ રહ્યું છે તેનો ડેટા મેળવવો પડશે અને પછી રાજ્ય દીઠ કેટલી કેડરની જરૂરિયાત છે તેનો ડેટા ડેવલપ કરવો પડશે અને પછી તેનું મોડલ બનાવવું પડશે અને કેડરને જાળવી રાખવા માટે જરૂરી નાણાને જુઓ.

કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં રિપોર્ટ સોંપવા કહ્યું

કોર્ટે અવલોકન કર્યું છે કે, કેન્દ્ર સરકારે રિપોર્ટ દાખલ કરવા થોડાંક વધુ સમયની માંગ કરી છે. જેથી કેન્દ્રને બે સપ્તાહમાં રિપોર્ટ દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે. આગામી સુનાવણી 26 એપ્રિલે થશે. બેન્ચે અગાઉ સંરક્ષણ અધિકારીને નોમિનેટ કરવાની પ્રથાને રદ કરી હતી.

સંરક્ષણ અધિકારીઓના અભાવે યોજના પર અસર

પીઠે 25 ફેબ્રુઆરીના રોજ આ મામલાની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે, ઘણાં રાજ્યોએ કાયદા હેઠળ મહેસૂલ અધિકારીઓ અથવા IAS અધિકારીઓને 'સંરક્ષણ અધિકારીઓ' તરીકે નિયુક્ત કરવાનું પસંદ કર્યું છે. કોર્ટે કહ્યું હતું કે, કાયદા ઘડનારાઓનો આ હેતુ નથી, કારણ કે આવાં અધિકારીઓ આ કામ કરવા માટે જરૂરી સમય આપી શકશે નહીં. કોર્ટે એ પણ અવલોકન કર્યું કે, કેટલાંક રાજ્યોમાં સંરક્ષણ અધિકારીઓની સંખ્યા ઓછી છે. ત્યાર બાદ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું દાખલ કરીને આ સંબંધમાં વિગતવાર માહિતી આપવા કહ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ