ખુશખબર...! વીજળીના ભાવમાં થશે ઘટાડો,સરકારે આરંભી તૈયારીઓ

By : kavan 03:28 PM, 04 August 2018 | Updated : 03:28 PM, 04 August 2018
કેન્દ્ર સરકાર દેશમાં વીજળીની કિંમતમાં ઘટાડો કરવાની દિશામાં હાલ કામ કરી રહી હોવાની જાણકારી તાજેતરમાં સામે આવી છે. જે માટે થર્મલ ઉર્જા ઉત્પાદન શેડ્યૂલિંગના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. ઉર્જા મંત્રાલયે જુલાઇમાં આ વિષય પર મેરીટ ઓર્ડર જાહેર કર્યું છે અને તમામ પક્ષો પાસેથી અભિપ્રાય મંગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં થર્મલ ઉર્જા ઉત્પાદન 344 ગીગાવોટ અને અક્ષય ઉર્જા ક્ષમતા 70 ગીગાવોટ છે. જેમાં વધારે માગ 173 ગીગાવોટ રહે છે. ઉર્જા ખરીદવા માટે કોઇ ડીલ નહીં થઇ શકવાને કારણે મોંઘી વીજળી બહારથી ખરીદવી પડે છે. જેની સીધી અસર ગ્રાહકો પર પડે છે.

તમામ પક્ષોએ આપી સકારાત્મક પ્રતિક્રિયા

મોંઘી વીજળીનો ઉકેલ લાવવાની દિશામાં ઉર્જા મંત્રાલયે 17 જુલાઇના રોજ જાહેર કરેલ મેરિટ ઓર્ડર પર 1 ઓગસ્ટ સુધીમાં CRC,CEA અને રાજ્યોના ઉર્જા સચિવો પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે. આ મામલે જવાબ સકારાત્મક મળવાથી વીજ કંપનીઓ દ્વારા ખર્ચમાં ઘટાડો અને સમાનતા દર્શાવી છે. આ વ્યવસ્થાને સરકાર ટ્રાયલ સ્વરૂપે આગામી એક વર્ષમાં લાગૂ કરશે અને ત્યારબાદ પુનર્વિચાર માટે આગળના પગલા લેશે.Recent Story

Popular Story