બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / government s big decision for Indians abroad big deal

Coronavirus / સરકારનો વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે મોટો નિર્ણય, ગલ્ફ વૉરમાં થયેલી કાર્યવાહી કરતા પણ હશે મોટી

Mehul

Last Updated: 10:17 PM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં કોરોના વાયરસના પ્રકોપને કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે કેન્દ્ર સરકારે (ભારત સરકાર) તબક્કાવાર રીતે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે સોમવારે માહિતી આપી હતી કે આ અભિયાન 7 મેથી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે. આ અત્યાર સુધીની સૌથી મોટી એરલિફ્ટ ઓપરેશન તરીકે જણાવવામાં આવી રહ્યું છે.

  • કેન્દ્ર સરકારે તબક્કાવાર રીતે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની મંજૂરી આપી
  • આ અભિયાન 7 મેથી તબક્કાવાર રીતે શરૂ કરાશે, અત્યાર સુધીનું સૌથી મોટુ એરલિફ્ટ ઓપરેશન

વિદેશમાં વસતા આ ભારતીયોને પરત લાવવા માટે વિમાન અને નેવી શિપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. આ સંદર્ભે એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 22 માર્ચથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

એમ્બેસી અને ઉચ્ચ આયોગ સાથે વિદેશ મંત્રાલયે એવા ભારતીયોની યાદી તૈયાર કરી દીધી છે જે પરત આવવા માટે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. જો કે આવા મુસાફરોએ પરત ફરવા માટેનો ખર્ચ સહન કરવો પડશે. હવાઇ મુસાફરી માટે કમર્શિયલ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ યાત્રા 7 મેથી તબક્કાવાર રીતે શરૂ થશે.

ફ્લાઇટ લેતા પહેલા તમામ મુસાફરોનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. ફક્ત લક્ષણો વિના મુસાફરોને જ મુસાફરી કરવાની છૂટ છે. પ્રવાસ દરમિયાન આ તમામ મુસાફરોએ આરોગ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જારી કરાયેલા તમામ પ્રોટોકોલોનું પાલન કરવું પડશે.

આગમન બાદ તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર નોંધણી કરાવવી પડશે. બધાની મેડિકલ તપાસ કરાશે. તપાસ બાદ, તેમને સંબંધિત રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલમાં અથવા નક્કી કરાયેલા ક્વૉરન્ટાઈન સેન્ટરમાં 14 દિવસ રાખવામાં આવશે. જેનો ખર્ચ પણ તેઓએ ચૂકવવો પડશે. આ તમામનં 14 દિવસ પછી ફરીથી પરીક્ષણ કરવામાં આવશે અને હેલ્થ પ્રોટોકોલ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ટૂંક સમયમાં માહિતી શેર કરવામાં આવશે

વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય ટૂંક સમયમાં તેમની સત્તાવાર વેબસાઇટ દ્વારા તેના વિશે વિગતવાર માહિતી શેર કરશે. રાજ્ય સરકારોને વિદેશથી પરત ફરતા ભારતીયોની તપાસ, ક્વૉરન્ટાઈન અને તેમના રાજ્યોમાં આવન-જાવન માટેની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

લોકોને અમેરિકા અને બ્રિટનથી પણ પાછા લાવવામાં આવશે

7 મેથી જે તબક્કો શરૂ થઈ રહ્યો છે તે પહેલા ચરણમાં ખાડી દેશોમાંથી ભારતીયોને નીકાળવાાં આવશે. બીજા ચરણમાં બ્રિટન અને અમેરિકામાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે. આ અભિયાનના બીજી ચરણની શરૂઆત 25 મેથી શરૂ થવાની સંભાવના છે. 

હાલમાં, લગભગ 9000 લોકોએ બ્રિટનથી ભારત આવવા માટે નોંધણી કરાવી છે. તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ અથવા તો પ્રવાસીઓ છે. જો કે, કેટલાક લોકો મહત્વપૂર્ણ કાર્યને કારણે પાછા ફરવા પણ ઇચ્છે છે. જ્યારે લગભગ 22,000 હજાર લોકોએ અમેરિકાથી પાછા ફરવા માટે નોંધણી કરાવી છે.

7 મેથી શરૂ થનારી આ અભિયાનમાં ગલ્ફ દેશોમાં ફસાયેલા લગભગ 33,000 લોકોને ભારત પાછા લાવવામાં આવશે. ગલ્ફ વૉર સમયે, ઘણા ભારતીયોને પાછા લાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે 1990 માં ગલ્ફ વૉર દરમિયાન ભારતે કુવૈતથી એક લાખ 70 હજાર લોકોને ઍરલિફ્ટ કર્યા હતાં. આ કામગીરી લગભગ 69 દિવસ સુધી ચાલી હતી. જેમાં ભારતીયોને 488 ફ્લાઇટ્સની મદદથી 13 ઓગસ્ટથી 20 ઓક્ટોબર સુધી પરત લાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ