બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / બિઝનેસ / Government Making a special plan to stop OTP fraudsters

કામની વાત / હવે નહીં બચે OTPથી ફ્રોડ કરનારા, સરકાર લાવી રહી છે ન્યૂ એલર્ટ સિસ્ટમ, જાણો કેવી રીતે કામ કરશે

Vidhata

Last Updated: 08:32 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023માં સાયબર ફ્રોડના 11,28,265 કેસ નોંધાયા હતા. આ દરમિયાન લોકો સાથે 7489 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ.

હાલમાં દેશમાં સાયબર ક્રાઈમનાં કેસ વધતા જ જાય છે. લોકો સાથે નવી નવી રીતે છેતરપીંડી કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભારત સરકાર એક એવી રણનીતિ તૈયાર કરી રહી છે જેમાં છેતરપિંડી કરનારાઓની તરત જ ઓળખ થઈ જશે. ગૃહ મંત્રાલય, SBI કાર્ડ્સ અને ટેલિકોમ ઓપરેટરોએ સાયબર ફ્રોડ અને ફિશિંગ હુમલાના વધતા જોખમને પહોંચી વળવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે ફ્રોડથી મેળવેલા વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP) વિશે ચેતવણી આપવાનું મિકેનિઝમ બનાવવાની વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું છે. નિષ્ણાતોના મતે, એક ખાસ સોલ્યુશનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેના હેઠળ ગ્રાહકનાં નોંધાયેલ સરનામાની સાથે-સાથે તેના સિમનું જિયો લોકેશન અને OTP જે જગ્યા પર મંગાવવામાં આવે છે, એ સ્થાન સાથે મેચ કરવામાં આવશે. આની વચ્ચે જો કોઈપણ વિસંગતતા જોવા મળે છે તો ગ્રાહકને સંભવિત ફિશિંગ હુમલા અંગે ચેતવણી આપી શકાય છે.

રિપોર્ટ્સ અનુસાર, હાલમાં આ સોલ્યુશન તૈયાર કરવામાં આવી રહ્યું છે પરંતુ પ્લાન મુજબ ટેલિકોમ કંપનીઓની મદદથી ગ્રાહકના ડેટાબેઝને ચેક કર્યા પછી જ OTP મોકલવામાં આવશે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે છેતરપિંડીનો સામનો કરવા માટે કોઈપણ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે પ્રમાણીકરણ માટે એક વધુ તપાસ કરવા પર જોર આપ્યું હતું, પરંતુ છેતરપિંડી કરનારાઓ બેંક ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને OTPની ચોરી કરીને અથવા છેતરપીંડી કરીને OTPને પોતાના ડિવાઈસ પર ફરી મોકલવાની યુક્તિઓ તૈયાર કરી ચુક્યા છે.

માહિતી અનુસાર, વ્યૂહરચના અંતર્ગત બે વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે, જો OTPની ડિલિવરીની જગ્યા અને ગ્રાહકના સિમના સ્થાન વચ્ચે કોઈ પણ તફાવત જોવા મળે છે, તો કાં તો ડિવાઈસ પર એલર્ટ પૉપ અપ કરી શકાય છે અથવા OTPને સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવી શકે છે. 

'Seams will be blocked in 2 hours!' If you get such call, be alert, do this immediately

OTPની મદદથી છેતરપિંડી

મોબાઈલમાંથી પૈસા ચોરવાની ગેમમાં OTP મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કસ્ટમર કેર એજન્ટ અને મિત્રો બનીને OTP મેળવીને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે. તેમજ ઘણી વખત સિમ બંધ થવાનો, બેંક એકાઉન્ટ બંધ થવાનો અને વીજળીનું કનેક્શન કાપી નાખવાનો ડર બતાવીને કેવાયસી અપડેટના નામ પર OTP ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારનાં ઓનલાઈન ફ્રોડ મોટાભાગે ચીન, કંબોડિયા અને મ્યાનમારમાંથી કરવામાં આવ્યા છે.

વધુ વાંચો: '2 કલાકમાં બ્લોક થઈ જશે સીમ!' આવો ફોન આવે તો ચેતી જજો, તાત્કાલિક કરજો આ કામ

જો તમારી સાથે ફ્રોડ થાય તો શું કરવું

જો તમારી સાથે ઓનલાઈન ફ્રોડ થાય તો સૌથી પહેલા તમારે તરત જ તેની ફરિયાદ કરવી જોઈએ. તમારે તરત જ તમારી બેંક અથવા ક્રેડિટ કાર્ડ કંપનીને જાણ કરીને આ છેતરપિંડીની જાણ કરવી જોઈએ અને તમારું કાર્ડ અથવા એકાઉન્ટ બ્લોક કરાવવું જોઈએ જેથી કરીને તમારા ખાતામાંથી વધુ પૈસા ચોરાઈ ન શકે. આ પછી, તમારે તરત જ તેના વિશે ઓનલાઈન ફરિયાદ કરવી જોઈએ, જે તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જઈને કરી શકો છો. આ સિવાય તમારે પોલીસ સ્ટેશન જઈને સાયબર ક્રાઈમ સેલમાં ત્રીજી ફરિયાદ નોંધાવવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ