બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Government forgot to build canteen and laundry at SVP hospital!
Ravi
Last Updated: 03:12 PM, 2 October 2019
ADVERTISEMENT
કેન્ટીન અને લોન્ડ્રીની પણ નથી થઈ વ્યવસ્થા
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એસવીપી હોસ્પિટલને ધમધમતી કરાયા બાદ હવે રહી-રહીને કેન્ટીન અને લોન્ડ્રીની સુવિધાની યાદ આવી છે, જેના માટે તંત્રને અગાઉના કામમાં રૂ.૪૦ કરોડનો વધારો કરી આ સુવિધા ઊભી કરવાની ફરજ પડી છે.
તંત્રએ આશરે રૂ.૪૦ કરોડની રકમ રિવાઇઝ પ્લાનના નામે ઉમેરતાં નવો વિવાદ ઊઠ્યો
અગાઉ મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટીમાં ઇન્ટર્નલ અને એક્સ્ટર્નલ ઇલેિકટ્રફિકેશનની કામગીરી સહિતના કુલ ત્રણ કામના રૂ.૭૮.પ૪ કરોડના મૂળ અંદાજમાં તંત્રએ આશરે રૂ.૪૦ કરોડની રકમ રિવાઇઝ પ્લાનના નામે ઉમેરતાં નવો વિવાદ ઊઠ્યો છે. અગાઉ આ હોસ્પિટલ પાણી લીકેજ, યુટિલિટી બિલ્ડિંગમાં પીઓપી છત તૂટી પડવા અને સિક્યોરિટી ગાર્ડની દાદાગીરીના મામલે વિવાદાસ્પદ બની ચૂકી છે. હવે કેન્ટિન અને લોન્ડ્રી ઊભી કરવા માટેનાં ચક્રોએ ચર્ચા જગાવી છે.
આઇસીયુની ૧૬૦ પથારી કાયમ ભરાયેલી રહેતાં નવા દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડે છે.
વી.એસ. હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી નવી એસવીપી હોસ્પિટલમાં ૧૩૦૦ જનરલ વોર્ડ અને ર૦૦ સ્પેશિયલ રૂમ સહિત કુલ ૧પ૦૦ પથારીની વ્યવસ્થા છે, જે પૈકી અત્યારે માંડ ૭૦૦ પથારીની સુવિધા દર્દી માટે ઉપલબ્ધ છે. તંત્રનો એવો દાવો છે કે દરરોજ ૪પ૦થી પ૧૦ જેટલી પથારી ભરાયેલી રહે છે, તેમાં પણ આઇસીયુની ૧૬૦ પથારી કાયમ ભરાયેલી રહેતાં નવા દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડે છે.
એપોલો મેડિકલ સ્ટોરને રૂ.ર૦ લાખથી વધુ પેનલ્ટી થશે
આ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો હોવાનો દાવો કરતાં સત્તાવાળાઓ જેનિરક દવાનો સ્ટોર શરૂ કરવાના મામલે વિલંબમાં પડ્યા છે. તંત્રના વાંકે હોસ્પિટલમાં આવેલ એપોલો ફાર્મસીના મેડિકલ સ્ટોર આગળ લાઇન લાગે છે તેમજ વધુ રકમ લેવાતી હોવાની ગંભીર ફરિયાદો ઊઠતાં તેને બે નોટિસ ફટકારાઈ છે અને એપોલો મેડિકલ સ્ટોરને રૂ.ર૦ લાખથી વધુ પેનલ્ટી થશે તેવી શક્યતા છે.
જ્યારે કેન્ટીન ધમધમતી થશે ત્યારે કુલ ૧૩ થી ૧૪ ફૂડ કોર્ટ ઊભી કરાશે
તંત્ર દ્વારા દર્દીઓ માટેની કેન્ટીન યુટિલિટી બિલ્ડિંગમાં ઊભી કરાઇ રહી છે. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોર પર કેન્ટીન ઉપરાંત લોન્ડ્રીની સુવિધા થઇ રહી છે. હાલમાં ઇન્ડોર દર્દીઓને એનએચએલ મેડિકલ કોલેજની કેન્ટીનમાં જમવા અને ચા-નાસ્તો અપાઇ રહ્યો છે. એસવીપી હોસ્પિટલની કેન્ટીનમાં રસોડાની કામગીરી થોડા અંશે બાકી છે, જે પૂર્ણ થયા બાદ કેન્ટીનમાંથી ઇન્ડોર દર્દીઓને બે સમય જમવાનું અને ચા-નાસ્તો અપાશે. હાલમાં મુખ્ય બિલ્ડિંગના રિસેપ્શન એરિયામાં એક ફૂડ કોર્ટ ચાલુ કરાઇ છે, પરંતુ જ્યારે કેન્ટીન ધમધમતી થશે ત્યારે કુલ ૧૩ થી ૧૪ ફૂડ કોર્ટ ઊભી કરી ઓપીડી દર્દી તેમજ તેમનાં સગાં માટે ગરમાગરમ નાસ્તો મળી રહેશે.
ટૂંક સમયમાં જેનિરક સ્ટોર દર્દીઓ માટે ખુલ્લો મુકાશે
આ ઉપરાંત રિસેપ્શન એરિયામાં જેનિરક દવાનો સ્ટોર ઊભો કરવા માટે જગ્યા ફાળવાઇ હોઈ એકસાથે પ૦૦ દર્દીની દવાની જરૂરિયાત સંતોષાય તે રીતનો દવાનો જથ્થો હાજર રાખી જેનિરક સ્ટોર ચાલુ કરવાની દિશામાં કવાયત આરંભાઇ છે અને ટૂંક સમયમાં જેનિરક સ્ટોર દર્દીઓ માટે ખુલ્લો મુકાશે.દરમ્યાન તંત્રએ જ્યારે આર્કિટેકટના મૂળ અંદાજમાં ગણતરીની ભૂલ તથા આયોજનના અભાવનો સ્વીકાર કર્યો છે તો આર્કિટેકટ સામે શું કાર્યવાહી કરાઇ ? તેવો પ્રશ્ન મ્યુનિસિપલ કોંગ્રેસના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખે કર્યો છે. આ અંગે હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને પૂછતાં તેઓ કહે છે કે દર્દીઓ માટે કેન્ટીન અને લોન્ડ્રી જેવી નવી સુવિધા ઊભી કરવા માટે ખર્ચ થઇ રહ્યો છે કે જે વાજબી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.