બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Govermant Ayurved Pharmacy College Hospital Rajpipla gujarat

ઔષધીય વન / ગુજરાતમાં અહીં આવેલું છે આયુર્વેદનું હબ, રોજ 100 લોકોની થાય છે સારવાર, 600થી વધુ દવાઓનું થાય છે ઉત્પાદન

Hiren

Last Updated: 11:07 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની એ જગ્યા જ્યાંથી આખા ગુજરાતમાં આયુર્વેદ ઉપચાર માટે દવાઓ પહોંચે છે. અહીં લોકોની સારવાર પણ થાય છે. ત્યારે જાણો કઇ છે તે જગ્યા...

  • રાજપીપળામાં છે આયુર્વેદ માટે ઔષધીય વન 
  • આયુર્વેદિક જ્ઞાન સાથે 600 દવાનું ઉત્પાદન 
  • રોજ 100 લોકોને મળે છે આયુર્વેદિક સારવાર 

આયુર્વેદનો આ દુનિયામાં કોઈ તોડ નથી. પણ હાલના સમયમાં આપણે અત્યારે એલોપેથી તરફ આકર્ષાયા છીએ. પરંતુ કોરોનાએ લોકોની માનસિકતા જ બદલી નાખી છે. ફરી એકવાર આયુર્વેદ તરફ લોકોનું ધ્યાન દોર્યું છે. ત્યારે આજે અમે આપને એક એવી જગ્યા વિશે જણાવીશું જે આયુર્વેદનું હબ છે. અહીંથી રાજ્યભરમાં આયુર્વેદ ઉપચાર માટે દવાઓ પહોંચે છે. સાથે જ લોકોની સારવાર પણ થાય છે.

ક્યાં આવેલું છે આ આયુર્વેદનું હબ ?

આયુર્વેદ... એટલે કે, શરીર, મન અને આત્માનો સુમેળ લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન ભૂમિમાં વિકસેલ, આયુર્વેદ, જીવનનું વિજ્ઞાન અને લાંબી આવરદા, વિશ્વમાં સૌથી જુનું આરોગ્ય સંભાળ તંત્ર છે અને તે દવા તથા તત્ત્વજ્ઞાનના ગહન વિચારોને સંયોજે છે. પરંતુ સમય સાથે આપણે ત્યાં લોકો આયુર્વેદથી ઉપર એલોપેથીને માનતા થયા છે. પરંતુ કોરોનાની મહામારી પછી ફરી એકવાર વિશ્વ આયુર્વેદ તરફ વળ્યું છે. તાજેતરમાં જ જામનગર ખાતે પ્રધાનમંત્રી મોદીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદનું લોકાર્પણ કર્યું. પરંતુ તમે એ નહીં જાણતા હોય કે, હાલમાં પણ ગુજરાતમાં રાજપીપળા ખાતે આયુર્વેદનું હબ આવેલું છે. જ્યાં 600થી વધું આયુર્વેદીક દવાઓના ઉત્પાદન સાથે લોકોની સારવાર થાય છે.

આયુર્વેદિક જ્ઞાન સાથે 600 દવાનું ઉત્પાદન 

ખાસ વાત તો એ છે કે દેશની સૌથી મોટી પાંચ સરકારી આયુર્વેદિક ફાર્મસીઓમાંની એક રાજપીપળાની સરકારી ફાર્મસી કોલેજ છે. ગુજરાતમાં આ પ્રથમ એવી ફાર્મસી છે કે, જેની પાસે પોતાનું ઔષધીય વન, ફાર્મસી કોલેજ અને ફાર્મસી હોસ્પિટલ છે. આ ફાર્મસીમાં વાર્ષિક 13 કરોડથી વધુ રૂપિયાની દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આયુર્વેદિક ફાર્મસી પાસે 10 એકરમાં ફેલાયેલું ઔષધી વન છે. જેમાં 1640 જેટલી ઔષધીય વનસ્પતી આવેલી છે. આ સાથે નર્મદા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારોમાં જંગલ પેદાશો મળી રહે છે. આમ આ ઔષધીઓ અને વન પેદાશોમાંથી 600થી વધુ પ્રકારની દવાઓ બને છે. જે દેશ અને રાજ્યમાં 300થી વધુ સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે.

રોજ 100 લોકોને મળે છે આયુર્વેદિક સારવાર 

મહત્વની વાત તો એ છે કે, રાજપીપળા ખાતે છેલ્લા બે વર્ષથી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં હાલની તારીખે રોજ 100 જેટલા દર્દીઓ સારવાર કરાવવા માટે આવે છે. તેમાં પણ જે દર્દનું નિવારણ એલોપેથી દ્વારા નથી મળતું. તે અહીં આયુર્વેદિક દવાઓથી મળી જાય છે.

આમ તો ભારતમાં આયુર્વેદિક ઉપચારની ભૂમિ તરીકે કેરલાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ નર્મદા જિલ્લામાં આવેલી રાજપીપળા આયુર્વેદિક મેડિકલ કોલેજ પણ આયુર્વેદ ઉપચાર માટે સર્વશ્રેષ્ઠ છે. ત્યારે જ તો વિશ્વ પણ આયુર્વેદિક સંશોધન માટે ગુજરાત તરફ આકર્ષિત થયું છે. જે આપણા માટે ગર્વની વાત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ