ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Google releases $1 million to fight fake news in India

અભિયાન / ફેક ન્યુઝ અંગે ભારતીયોને જાગૃત કરવા ગુગલ દસ લાખ ડોલર ખર્ચશે

Published By: Kashyap

Last Updated: 09:08 PM, 1 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુગલે ભારતીયોમાં સમાચારોની સમજ વધારવા માટે દસ લાખ ડોલર (લગભગ 7.12 કરોડ રૂપિયા) ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. ગૂગલે આ યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કહ્યું હતું કે આ નાણાં ઇન્ટરન્યુઝ નામની વૈશ્વિક એનજીઓને આપવામાં આવશે. જે આ પ્રોજેક્ટ માટે 250 પત્રકારો, વિદ્વાનો અને એનજીઓના કાર્યકરોની એક ટીમ બનાવશે.

ADVERTISEMENT

ગૂગલે દુનિયાભરમાં સમાચારોની સમજ વધારવા માટે 10 મિલિયન ડોલર(લગભગ 71.27 કરોડ રૂપિયા) ખર્ચ કરવાનું વચન આપ્યું હતું. ગૂગલની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મિડીયા અને ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા લોકો પર ખોટી માહિતી ફેલાવવાના આક્ષેપો વધી રહ્યા છે.

ગુગલના જણાવ્યા મુજબ વૈશ્વિક અને સ્થાનિક નિષ્ણાતોની ટીમ દ્વારા એક કોર્સ તૈયાર કરવામાં આવશે, જે સાત ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે. સ્થાનિક રીતે પસંદ કરાયેલા લોકો ભારતના નવા-મેટ્રો શહેરોમાં જઈને ઇન્ટરનેટનો નવો નવો ઉપયોગ કરનારા લોકોને તાલીમ આપશે. જેથી તેઓ તેમની સમક્ષ આવતી માહિતી કે સમાચારોનું જાતે મુલ્યાંકન કરીને તે સાચા છે કે ખોટા તે વધુ સારી રીતે સમજી શકશે.

ગૂગલ ન્યૂઝ ઇનિશિએટિવ (જીએનઆઈ) હેઠળ લગભગ 240 વરિષ્ઠ ભારતીય પત્રકારો અને પત્રકારત્વના શિક્ષકોના બનેલનું ઈન્ડિયા ટ્રેનિંગ ગયા વર્ષથી કાર્યરત છે. ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન જીએનઆઈ દ્વારા 10 ભારતીય ભાષાઓની 875 ન્યૂઝ સંસ્થાઓમાં 15 હજારથી વધુ ભારતીય પત્રકારોને સમાચારોના વેરિફિકેશન કરવાની તાલીમ અપાઇ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Fake News Google business અભિયાન ગુગલ ફેક ન્યુઝ Campaign

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ