બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Google passkeys rolling out to all google account holders

ટેક્નોલોજી / હવે Log in માટે નહીં જોઇએ પાસવર્ડ! Googleએ લોન્ચ કર્યું કમાલનું ફીચર

Arohi

Last Updated: 05:02 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Passkeys: હવે તમારે લોગઈન માટે પાસવર્ડની જરૂર નહીં પડે. ગુગલે આ માટે એક કમાલનું ફિચર લોન્ચ કર્યું છે.

  • હવે Log in માટે નહીં જોઇએ પાસવર્ડ! 
  • Googleએ લોન્ચ કર્યું કમાલનું ફીચર
  • જાણો તેના વિશે બધુ જ 

પાસવર્ડ યાદ રાખવા ઘણી વખત ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તે પણ ત્યારે જ્યારે તમારે અલગ અલગ લોગઈન માટે અલગ અલગ પાસવર્ડ યુઝ કપવા પડે છે. Googleની પાસે તમારી આ સમસ્યાનું સમાધાન છે. Google Passkey ફિચર હવે રોલઆઉટ થઈ રહ્યું છે. આમ તો આ ફિચર પહેલાથી જ અમુક સર્વિસ માટે હાજર હતું. 

Passkey કરવી પડશે યુઝ 
તમે ક્રોમ પર Passkeyનો ઉપયોગ કરતા હતા પરંતુ આ સુવિધા સીમિત લોકોને આપવામાં આવતી હતી. હવે કંપનીએ આ ફિચરને દરે યુઝર્સ માટે લાઈવ કરી દીધુ છે. 

કયા કયા ડિવાઈસ પર કરશે કામ? 
એટલે કે તમે તેનો ઉપયોગ સ્માર્ટફોન, મેક્સ, વિંડોઝ પીસી અને બીજા પ્લેટફોર્મ્સ પર પણ કરી શકો છો. આ ફિચર ઘણા હદ સુધી Apple Keychain જેવું છે. 

શું છે ફાયદો? 
આ ફિચરની મદદથી તમને ગુગલ એકાઉન્ટ્સમાં લોગઈન કરવા માટે પાસવર્ડની જરૂર નહીં પડે. પરંતુ તમે ફેસ લોક કે ફિંગરપ્રિંટ આઈડીની મદદથી લોગઈન કરી શકશો. 

કઈ રીતે થશે ક્રિએટ? 
પાસ કી ક્રિએટ કરવા માટે તમારે http://go.co/passkeys વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં તમને પોતાના ગુગલ એકાઉન્ટથી લોગઈન કરવાનું રહેશે. 

મળશે ઓપ્શન 
બીજા પેજ પર તમને ઓટોમેટિક ક્રિએટેડ પાસ-કી અને ડિવાઈઝની લિસ્ટ મળશે. અહીંથી તમને Use Passkey બટન પર ક્લિક કરવાનું રહેશે. 

શું કરવું પડશે? 
અહીં તમને એક પોપ-અપ દેશાશે જેના પર લખેલું હશે Create a Passkey For Your Google Account. હવે તમારે કન્ટીન્યૂ પર ક્લિક કરવાનું રહેશે. 

થઈ જશે કામ 
ત્યાર બાદ તમારે બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન પુરૂ કરવાનું રહેશે. પ્રોસેસ પુરી થયા બાદ તમે પાસવર્ડની જગ્યા પર આ પાસ-કીને યુઝ કરી શકશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ