બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / Good news for the fans enjoying the IND Vs PAK match, a tough fight may happen again, know the complete equation.

Asia Cup 2023 / IND Vs PAK મેચનો આનંદ ઉઠાવતા ફેન્સ માટે ગુડ ન્યુઝ, ફરીવાર થઇ શકે છે કાંટે કી ટક્કર, જાણો સંપૂર્ણ સમીકરણ

Megha

Last Updated: 09:15 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 IND vs PAK : ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઈટલ માટે મુકાબલો થાય તેવી પ્રબળ સંભાવના બની રહી છે.

  • સુપર-4 મેચમાં ભારતે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું 
  • ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે 
  • ફાઈનલમાં પહોંચવા માટે ભારત અને પાકિસ્તાનનું સમીકરણ

Asia Cup 2023 IND vs PAK : એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં ગઇકાલે ભારતે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે 356 રન બનાવ્યા હતા, જે બાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ટીમને 128 રન પર રોકીને મેચ જીતી લીધી હતી. વરસાદના કારણે રિઝર્વ ડે પર રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પાછળ છોડીને રેકોર્ડ જીત નોંધાવી હતી.

ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું
ODI ઈતિહાસમાં પાકિસ્તાન સામે રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે અને આ સાથે જ આ સુપર-4ના પોઈન્ટ ટેબલમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે. જો કે ફેન્સ માટે વધુ એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. 

ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે 
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઈટલ માટે મુકાબલો થાય તેવી પ્રબળ સંભાવના બની રહી છે.  નોંધનીય છે કે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે.

કેવી રીતે બનશે સમીકરણ?
જણાવી દઈએ કે ભારતીય ટીમ આજે શ્રીલંકા સામે સુપર-4માં પોતાની બીજી મેચ રમવાની છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ભારતીય ટીમ ફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લે છે તો,  સુપર-4માં પાકિસ્તાને તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવવું પડશે. આ સમીકરણ બન્યું તો ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર નિશ્ચિત થઈ જશે. મહત્વનું છે કે આ પછી ટીમ ઈન્ડિયાની ત્રીજી મેચ બાંગ્લાદેશ (15 સપ્ટેમ્બર) સામે થશે. 

પોઈન્ટ ટેબલ
ભારત - 1 મેચ, 2 પોઈન્ટ, 4.560 નેટ રનરેટ
શ્રીલંકા - 1 મેચ,  2 પોઈન્ટ, 0.420 નેટ રનરેટ
પાકિસ્તાન - 2 મેચ , 2 પોઈન્ટ, -1.892 નેટ રનરેટ
બાંગ્લાદેશ - 2 મેચ, 0 પોઈન્ટ, -0.749 નેટ રનરેટ

ફાઈનલમાં પહોંચવા માટે ભારત અને પાકિસ્તાનનું સમીકરણ
જો ભારતીય ટીમ આજની મેચમાં શ્રીલંકાને હરાવશે તો ફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સાથે ઔપચારિક મેચ રમવાની રહેશે. ટીમ ઇન્ડીયા આજે મેચ જીતી જાય તો પાકિસ્તાને ફાઇનલમાં પહોંચવા શ્રીલંકા સામેની તેની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો બંને ટીમોના 3-3 પોઈન્ટ્સ બરાબર થઈ જશે. પછી નેટ રન રેટ જોવામાં આવશે. તે સ્થિતિમાં, શ્રીલંકા ક્વોલિફાય થશે. એવામાં પાકિસ્તાને ફાઈનલ માટે તેની આગામી મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ