બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Golds luster softens this week 24 carat gold prices

Gold Price / આ સપ્તાહે સોનાની ચમક નરમ પડી, ઘટીને આટલા થયા 24 કેરેટ સોનાના ભાવ, જુઓ લેટેસ્ટ રેટ

Kishor

Last Updated: 05:16 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સપ્તાહથી સોનાના ભાવમાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાલુ સપ્તાહ દરમિયાન 700 રૂપિયા જેટલો ભાવ ઘટયો હોવાનું જાણવા મળી રહ્યું છે

  • આ સાપ્તાહથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો
  • સપ્તાહ દરમિયાન સોનાનો ભાવ 700 જેટલો ઉતાર્યા

લગ્નસરાની સિઝન હવે પૂર્ણ થવાની અણી પર છે આવી સ્થિતિ વચ્ચે આ સપ્તાહથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે હાલ સોનાની કિંમત તોલા દીઠ એટલે એ 10 ગ્રામના 56 હજાર રૂપિયા પર સ્થિર થવા પામી છે. આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 56,204 રૂપિયા પર અટક્યો હતો. મહત્વનું છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ રૂ. 56,983 પર સ્થિર થયો હતો. જો કે આ અઠવાડિયે સોનાનો ભાવ 57 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સપ્તાહ દરમિયાન વધઘટ હોવા મળી રહી છે.


સોમવાર બાદ ભાવ ઘટયા
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) રેટમાં જણાવ્યા અનુસાર, આ સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે સોનાનો ભાવ રૂ. 57,076 પર અટક્યો હતો. તો બીજા દિવસે મંગળવારે સોનાનો ભાવ રૂ.57,025 પર બંધ રહ્યો હતો. તો ત્રીજા દિવસે બુધવારે ભાવમાં ઘટાડો થવા પામ્યો હતો અને ભાવ 56,770 પર થયા હતા. એ જ રીતે ગુરુવારે પણ સોનાના ભાવ મહદ અંશે ઘટતા 56,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. અને શુક્રવારે ભાવ 56,204 રૂપિયા તોલા દીઠ થયા હતા.


779 રૂપિયાનો ઘટાડો નોધાયો
ગત સપ્તાહના શુક્રવારે સોનાનો ભાવ રૂ. 56,983 પર અટક્યો હતો. જો ભાવની વાત કરવામાં આવે તો સોનાના ભાવ પ્રતિ તોલા દીઠ 779 રૂપિયાનો ઘટાડો નોધાયો છે. આ સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે સોનું સૌથી મોંઘું હતું જોવા મળ્યું હતું. ત્યારબાદ ઘટાડો નોંધાયો હતો. IBJA અનુસાર, 17 ફેબ્રુઆરીના રોજ 24 કેરેટ સોનાની કિંમત મહત્તમ 56,204 રૂપિયા હતી. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 55,979 રૂપિયા હતી. મહત્વનું છે કે તમામ ભાવની ગણતરી ટેક્સ વગર કરવામાં આવી છે. જેમાં જીએસટી ટેક્સ અલાગથી લાગુ કરવામા આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ