બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gold prices today fall latest down rs 1800 per 10 gram in just 2 days

કિંમત / 2 દિવસમાં ફરી વખત સોનાના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ

Published By: Juhi

Last Updated: 06:37 PM, 20 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક બજારમાં થયેલા ઘટાડા પછી બજારમાં સોનાની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં આજે સોનાની કિંમત 0.5 % એટલે કે 235 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 45000 રૂપિયા થઇ છે.

આ પહેલાના સત્રમાં પણ સોનાની કિંમતમાં લગભગ 1600 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો હતો. આ પ્રકારે 2 દિવસમાં લગભગ 1800 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં ઘટાડો થયો છે.  

ગત અઠવાડિયામાં જ 47237 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ સ્તર પર પહોંચ્યા પછી ભારતીય ટેરિવેટિવ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યુ છે. ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો 0.3 % વધારની સાથે ચાંદીનો નવો ભાવ 42940 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ડૉલરના ભાવમાં 0.15 % મજબૂતી આવી છે, જે પછી અન્ય કરન્સીમાં ગોલ્ડ ખરીદનારા રોકાણકારો માટે મોઁઘુ પડી રહ્યુ છે. 

વૈશ્વિક બજારમાં સોનાની વાત કરવામાં આવે તો સોનાની ભાવ લગભગ એક અઠવાડિયાના સૌથી ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયો છે. રોકાણકારો અનુસાર, લૉકડાઉ ન પછી અર્થવ્યવસ્થામાં તેજી આવશે. સોમવારે વૈશ્વિક બજારમાં સ્પોર્ટ ગોલ્ડનો ભાવ 0.5 % ઘટ્યો, જે પછી 1675.92 ડૉલર પ્રતિ આઉન્સના સ્તર પર આવી ગયો છે, ગત સત્રને મળીને આ ઘટાડો લગભગ 2 % થઇ ગયો છે, તો બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ 0.3 %  ઘટાડો થયો. જે પછી આ 15.08 ડૉલર પ્રતિ આઉન્સના સ્તર પર રહ્યો.

ઉલ્લેખનીય છે કે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21 ની પહેલી સીરિઝની ઇશ્યૂનો ભાવ 4639 રૂપિયા પ્રતિ ગ્રામ રાખ્યો છે. આ સબ્સક્રિપ્શન 24-18 એપ્રિલ સુધી લઇ શકાશે. ઑનલાઇન સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદનારા ઇન્વેસ્ટર્સ માટે આ ભાગમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ પણ મળશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gold Gold Price business silver price price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ