ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold-and-silver-price-buy-gold-this-month-may-expensive-upto-rs-2500

રોકાણ / આ મહિનામાં જ ખરીદી લેજો સોનું, આવતા મહિને થશે ધરખમ વધારો

Published By: Nirav

Last Updated: 12:15 AM, 18 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સોનુ ખરીદવા માંગતા હોવ તો માર્ચનો આ મહિનો તમારા માટે સૌથી સારો સાબિત થઈ શકે છે, નહીં તો આવતા મહિને તેમાં મોંઘવારી જોવા મળી શકે છે.

ADVERTISEMENT

  • ઓલટાઈમ હાઇ સપાટીથી સસ્તા છે સોના ચાંદી
  • લગ્નગાળાની મોસમના લીધે વધી શકે છે કિંમતો 
  • ચાંદીની કિંમતોમાં પણ આવી શકે છે ઉછાળો 

જાણકારોની જો વાત માનીએ તો ભારતમાં લગ્નગાળો શરૂ થતાંની સાથે જ સોનાચાંદીની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે, માટે ટેનની કિંમતોમાં વધુ ભાવવધારો થઈ શકે છે, તે જ સમયે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કોઈ પણ ફેરફાર ન થવાના કારણે પણ સોનાચાંદીની કિંમતોમાં ઉછાળો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

 

હાલ તેની ઓલટાઈમ હાઇ સપાટીથી સસ્તા છે સોના ચાંદી

હાલના સમયમાં સોનુ તેના ઓલટાઈમ હાઈથી 11500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું દેખાઈ રહ્યું છે, ત્યારે જ ચાંદી પણ તેની ઓલટાઈમ હાઈ સપાટી કરતા 13000 રૂપિયા સસ્તી લાગી રહી છે.

દિલ્હીમાં આજે સોનાનો ભાવ 42,370 રૂપિયા (22 કેરેટ) અને 46,220 (24 કેરેટ) રૂપિયા થયો હતો જ્યારે કે ચાંદીની કિંમતોએ આજે 67000 રૂપિયા પ્રતિ કિલોની સપાટીને સ્પર્શી હતી, પણ જો આ લગ્નગાળાના લીધે માંગ વધતા કિંમતો વધે તો સોનુંચાંદી મોંઘા થઇ શકે છે.

શું કહે છે જાણકાર?

આઈઆઈએફએલ સિક્યોરિટીના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યું હતું કે ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરોને સ્થિર રાખવાના સંકેતો મળી રહયા છે, તે જ સમયે ઓછી કિંમતો અને લગ્નસરાની મોસમના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં એપ્રિલના મહિના સુધી 2500 જેટલો વધારો જોઈ શકાય છે. 

જો કે આની સાથે જ કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું માનવું છે કે કોરોનાનો ફેલાવો દેશમાં વધી રહ્યો છે, દેશના અમુક શહેરો અને ભાગોમાં તો લોકડાઉનની શરૂઆત થઇ ચૂકી છે, જેના લીધે ઇન્વેસ્ટર્સ સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટની તરફ જોઈ રહયા છે, જેની અસર સોનાચાંદીની કિંમતો પર પડી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Investment covid 19 gold silver rates today સોનું ચાંદી Investment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ