બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Going for a morning walk on a walk in the bitter cold of winter is no less than an ordeal
Last Updated: 10:15 PM, 26 January 2024
ADVERTISEMENT
મોર્નિંગ વોકને હંમેશા એક બેસ્ટ એક્સરસાઈઝ માનવામાં આવે છે. મોર્નિંગ કરવાના અગણિત ફાયદા છે. આમ તો મોર્નિંગ વોક ઘણા લોકોની દિનચર્ચાનો એક ભાગ છે. પણ શિયાળાની કડકડતી ઠંડીમાં વોક પર મોર્નિંગ વોક પર જવુએ એક કોઈ પરીક્ષાથી કમ નથી. એવામાં મોટાભાગના લોકો મોર્નિંગ વોક કરવાનું બંધ કરી દે છે. કેટલા લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નથી નીકળતા તો વળી કેટલાક લોકોને સવારે વહેલુ ઉઠવું પસંદ નથી આવતું. પણ આવુ કરવાથી શરીરમાં શું અસર પડે છે તે પણ જાણવું જરૂરી છે.

ADVERTISEMENT
આ માટે જરૂરી છે મોર્નિંગ વોક
સવારના સમયે વોક કરવાથી ન માત્ર તમે શારીરિક રૂપથી ફિટ રહો છો પણ તમે માનસિક રીતે પણ સ્વસ્થ રહો છો. મોર્નિંગ વોક કરવાથી મેટાબોલિઝ્મમાં પણ સુધારો થાય છે.જેના કારણે તમારો વજન પર નિયંત્રિત રહે છે. સવારની તાજી હવા, સ્વસ્થ વાતાવરણ તમારા તનાવને ઓછો કરે છે. વોકથી ડિપ્રેશન પણ ઓછુ થાય છે. નિયમિત રૂપથી વોકિંગ કરવાથી હાડકા અને માંસપેશિઓ મજબુત બને છે. વોકિંગ કરવાથી ગઠિયા અને ઓસ્ટિયોપોરોસિસથી બચી શકાઈ છે. શરીરની રોગપ્રતિરોધક સ્થિતિમાં વધારો થાય છે. જેથી ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે.
શિયાળામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ
મોર્નિંગ વોક કરવાથી ઘણા ફાયદા થાય છે. પણ શિયાળાના સમયમાં કેટલીક મુશ્કેલીઓ પણ ઉભી થાય છે. આ ઋતુમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થાય છે.અલગ અલગ અધ્યનનો અનુસાર શિયાળામાં એક્યૂટ કોરોનરી સિંડ્રોમ એટલે કે ACS દર વધી જાય છે. ACS ની સ્થિતમાં હ્રદયની માંસપેશિઓમાં રક્તપ્રવાહ અચાનક અટકી જાય અથવા તો ઓછો થઈ જાય છે. જ્યારે હૃદયમાં લોહી વહેતું બંધ થઈ જાય તો સ્નાયુમાં નુકસાન થાય છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જેથી શિયાળામાં મોર્નિંગ વોક કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : શિયાળામાં શરીરની શક્તિ વધારવા માટે સૌથી બેસ્ટ છે સરગવો: દૂર થશે શરીરનો દુ:ખાવો, મળશે એનર્જી
આ સાવધાનીઓ કરશે તમારૂ રક્ષણ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.