બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Saragva is the best to increase body strength in winter

હેલ્થ / શિયાળામાં શરીરની શક્તિ વધારવા માટે સૌથી બેસ્ટ છે સરગવો: દૂર થશે શરીરનો દુ:ખાવો, મળશે એનર્જી

Pooja Khunti

Last Updated: 05:14 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં તાપમાનમાં ઘટાડો અને ઠંડી વધવાથી તમે સ્વસ્થ રહેવા માટે સરગવાનું સેવન કરી શકો છો. સરગવામાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે.

  • સરગવાના પાવડરના સેવનની રીત
  • સરગવાના સેવનથી વજન નિયંત્રિત રહે છે
  • રોગપ્રતિકારક શક્તિ વધારે 

સરગવાનું સેવન હંમેશા તાકાત વધારવા અને વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. તે સૌથી શક્તિશાળી ખોરાકમાંથી એક છે અને શિયાળાની ઋતુમાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડ્રમસ્ટિક અથવા સરગવો દેશના તમામ ભાગોમાં સરળતાથી મળી આવે છે અને દરેક ઋતુમાં તેનું સેવન કરી શકાય છે. શિયાળામાં તાપમાનમાં ઘટાડો અને ઠંડી વધવાથી તમે સ્વસ્થ રહેવા માટે સરગવાનું સેવન કરી શકો છો. સરગવામાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે. તેમાં મિનરલ્સ, વિટામિન A, વિટામિન C અને વિટામિન B જેવા પોષક તત્વો હોય છે. આ બધાની સાથે કેલ્શિયમ, આયર્ન, ઝિંક, પોટેશિયમ અને ફોસ્ફરસ પણ મળી આવે છે. સરગવામાં 18 વિવિધ પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. જે શરીરને મજબૂત બનાવે છે અને નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે.

વાંચવા જેવું: હાથની પકડ પડી જાય નબળી, તો ચેતજો! ડાયાબિટીઝથી લઈને સ્ટ્રોક અને કિડનીમાં સમસ્યાનો ખતરો

સરગવાના પાવડરના સેવનની રીત
સરગવાના પાનનો રસોડામાં શાકભાજીની જેમ ઉપયોગ કરી શકાય છે. સરગવાના પાનનો ઉપયોગ સાગ, પરાઠા અને ચટણીમાં કરી શકાય છે. આ સિવાય સૂકા સરગવાના પાનનો પાવડર પણ પી શકાય છે. સરગવાનો પાઉડર બનાવવા માટે તેના પાનને તડકામાં સૂકવીને તેમાંથી પાઉડર બનાવીને ડબ્બામાં રાખો. ત્યાર બાદ આ પાવડરનું રોજ સેવન કરો. એક વાસણમાં એક કપ પાણી ઉકળવા રાખો. પછી તેમાં 2 ચમચી સરગવાના પાનનો પાવડર નાખો. તેને 5-8 મિનિટ સુધી પકાવો. હવે ગેસ બંધ કરો અને આ મિશ્રણમાં સ્વાદ મુજબ થોડું મીઠું અને મધ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને ગાળી લો અને તરત જ પી લો.

શિયાળામાં સરગવો ખાવાથી શું ફાયદો થાય છે 

થાક નથી લાગતો 
સરગવાની ચા પીવાથી થાક નથી લાગતો અને શરીરનાં દુ:ખાવામાંથી રાહત મળે છે. શિયાળામાં સવારમાં લાગતી સુસ્તી ઓછી થાય છે. 

વજન ઘટે 
સરગવાના સેવનથી વજન નિયંત્રિત રહે છે. નિયમિત રીતે સરગવાના સેવનથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. 

પાચન શક્તિ વધારે 
શિયાળામાં પેટને લગતી સમસ્યાઓ વધી જાય છે. આ સમયે સરગવાનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે. તેનાથી કબજિયાત, પેટનું ફૂલવું અને પેટની અન્ય સમસ્યાઓ ઓછી થાય છે

રોગપ્રતિકારક શક્તિ વધારે 
સરગવાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. જે લોહીમાં એકઠી થયેલી અશુદ્ધિઓને દૂર કરે છે અને રક્ત શુદ્ધિકરણનું કામ કરે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે મોસમી રોગોથી સુરક્ષિત રહો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ