બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Godzilla x Kong the new empire record breaking 10 million dollar

મનોરંજન / Godzilla x Kong ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, પ્રીવ્યૂ સ્ક્રીનિંગમાં જ રેકોર્ડબ્રેક કમાણીએ ભૂક્કા બોલાવી દીધા

Arohi

Last Updated: 10:41 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Godzilla x Kong Movie: ગોડઝિલા X કોન્ગે તહેલકો મચાવી દીધો છે. પ્રીવ્યૂ સ્ક્રીનિંગથી તેણે રેકોર્ડબ્રેક કમાણી કરી નાખી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

મોન્સ્ટરવર્સની કોઈ પણ ફિલ્મના પ્રીવ્યૂ સ્ક્રીનિંગ કરતા આ અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ છે. તેના પહેલા વર્ષ 2014માં ગોડઝિલાએ 9.3 મિલિયન ડોલરનું કલેક્શન કરી બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 93 મિલિયન ડોલરની મોટી કમાણી કરી હતી. 

તેની તુલનામાં વર્ષ 2017માં રિલીઝ થયેલી "કોન્ગઃ સ્કલ આઈલેન્ડ"એ 61 મિલિયનની ઓપનિંગથી પહેલા પ્રીવ્યૂ સ્ક્રીનિંગમાં 3.7 મિલિયન ડોલરની કમાણી કરી હતી. ત્યાં જ વર્ષ 2019ની 'ગોડઝિલાઃ કિંગ ઓફ ધ મોન્સ્ટર્સ'એ પ્રીવ્યૂથી 6.3 મિલિયન ડોલર ભેગા કર્યા હતા. આ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડ પર 48 મિલિયન ડોલરનું કલેક્શન કર્યું હતું. 

નિર્દેશક એડમ વિંગર્ડના નિર્દેશનમાં બનેલી ગોડઝિલા x કોન્ગને ભારતનાં સારી પ્રતિક્રિયા મળી છે. પહેલા દિવસે આ ફિલ્મે 13.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અંગ્રેજી ભાષામાં ફિલ્મે છ કરોડ હિંદીમાં ચાર કરોડ, તેલુગુમાં એક કરોડ 30 લાખ અને તમિલમાં બે કરોડ 50 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 

વધુ વાંચો: કરીના કપૂર, કૃતિ અને તબ્બુની ફિલ્મ 'ક્રૂ' જોવા જેવી ખરી? પહેલા દિવસે આટલા કરોડ છાપ્યા

ભારતમાં આ ફ્રેન્ચાઈઝીની ફિલ્મને જોતા લોકોની સંખ્યા વધારે છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે પહેલા વીકએન્ડમાં ફિલ્મ જોરદાર કમાણી કરવામાં સફળ રહશે. ભારતમાં આ ફિલ્મનો મુકાબલો ક્રૂ સાથે છે જેની ઓપનિંગ પણ ખૂબ જ સારી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ