બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / goddess lakshmi is very angry with these 5 wrong habits to try this remedy get money

Astro Tips / ખિસ્સામાં નથી રહેતા રૂપિયા? ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, માં લક્ષ્મી રૂઠી જશે તો આવશે કંગાળી

Manisha Jogi

Last Updated: 06:35 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો દરરોજ જીવનમાં અનેક એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે ઘરમાં ધનનો અભાવ વર્તાય છે. માઁ લક્ષ્મી નારાજ ના થાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

  • અનેક વાર લાખ કોશિશ કરવા છતાં ઘરમાં ખુશીઓ આવતી નથી
  • માઁ લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે
  • માઁ લક્ષ્મી નારાજ ના થાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું

હિન્દુ ધર્મમાં દેવી અને દેવતાઓની પૂજા તથા વ્રતનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જીવનમાં જે પણ કષ્ટ આવે છે, તે દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. અનેક વાર લાખ કોશિશ કરવા છતાં ઘરમાં ખુશીઓ આવતી નથી. બનતું કામ પણ બગડવા લાગે છે. ગમે તેટલી મહેનત કરો તે છતાં સફળતા પ્રાપ્ત થતી નથી. માઁ લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. લોકો દરરોજ જીવનમાં અનેક એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે ઘરમાં ધનનો અભાવ વર્તાય છે. માઁ લક્ષ્મી નારાજ ના થાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

અપશબ્દ બોલવા: અનેક લોકો નાની નાની બાબતોએ ગુસ્સે થવા લાગે છે. અનેક લોકો ગુસ્સામાં ઘણી વાર અપશબ્દ બોલવા લાગે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર અપશબ્દો બોલવાથી માઁ લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

મેલા કપડા પહેરવા: માઁ લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે. ગંદી જગ્યાઓ પર માઁ લક્ષ્મીનો વાસ રહેતો નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ મેલા કપડા પહેરે છે, તે વ્યક્તિ પર માઁ લક્ષ્મીની કૃપા થતી નથી. માઁ લક્ષ્મી આ પ્રકારના લોકોથી નારાજ થઈને જતા રહે છે. આ કારણોસર હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. 

દીવો કરવો: હિંદુ ધર્મમાં દીવો કરવો તે શુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ ઘરમાં સવાર સાંજ દીવા કરવા જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર જે લોકો ઘરમાં દીવા કરે છે, તે વ્યક્તિ પર માઁ લક્ષ્મી મહેરબાન રહે છે. 

વધુ સમય સુધી સૂઈ રહેવું: વધુ પડતી ઊંઘ લેવી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે, જેના કારણે આરોગ્ય જોખમાઈ શકે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર જે વ્યક્તિ સવારે મોડા ઊઠે છે અને રાત્રે મોડા સૂવે છે, માઁ લક્ષ્મી તેમના પર પ્રસન્ન થતી નથી. આ કારણોસર સવારે વહેલા ઊઠવું જોઈએ. શક્ય હોય તો સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું જોઈએ. 

ગંદકીમાં રહેવું: અનેક લોકો ઘરમાં સાફ સફાઈનું ધ્યાન રાખતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર સાફ હોય તો માઁ લક્ષ્મી વધુ ખુશ થાય છે. આ પ્રકારે કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જે ઘર સ્વચ્છ હોય છે, તે ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ રહે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ