બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માત્ર 3 જ દિવસ ફોન મૂકી દેવાથી થાય છે આ અકલ્પનીય લાભ, સ્ટડીમાં થયું જાહેર

મૂકો મોબાઈલ / માત્ર 3 જ દિવસ ફોન મૂકી દેવાથી થાય છે આ અકલ્પનીય લાભ, સ્ટડીમાં થયું જાહેર

Last Updated: 03:56 PM, 4 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર 3 જ દિવસ મોબાઈલ પડતો મૂકી દેવાથી એક મોટો લાભ થાય છે તેવું સ્ટડીમાં સામે આવ્યું છે.

તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફક્ત ત્રણ દિવસ માટે સ્માર્ટફોન છોડી દેવાથી તમારા મગજની પ્રવૃત્તિ પર નોંધપાત્ર અસર પડી શકે છે. જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટી અને કોલોન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં 18 થી 30 વર્ષની વયના 25 યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સહભાગીઓને તેમના ફોનનો ઉપયોગ 72 કલાક સુધી મર્યાદિત રાખવા કહેવામાં આવ્યું હતું, જોકે જરુરી કામો માટે મોબાઈલ વાપરવા દેવાની મંજૂરી આપવામાં આવી. આ પછી ભાગ લેનાર લોકોના MRI સ્કેન અને મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાયાં હતા અને એ જાણવાનો પ્રયાસ કરાયો કે ફોનનો ઉપયોગ ઘટાડી દેવાની બ્રેઈન પર શું અસર પડે છે.

વ્યસન-સંબંધિત ન્યુરોટ્રાન્સમીટર સિસ્ટમ્સ વચ્ચેના સંબંધો

સ્ટડીમાં એવું સામે આવ્યું કે મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરવાથી વ્યસન-સંબંધિત ન્યુરોટ્રાન્સમીટર સિસ્ટમ્સ પર અસર પડે છે એટલે વ્યસનની ઓછી ઈચ્છા થાય છે.

સ્માર્ટફોનના ઓછા ઉપયોગથી મગજની પ્રવૃતિઓમાં ફેરફાર

સ્ટડીના તારણ અનુસાર, ટૂંકા ગાળાના સ્માર્ટફોન પ્રતિબંધ પણ મગજની પ્રવૃત્તિમાં ફેરફાર કરી શકે છે, જે ડિજિટલ ઉપકરણો આપણા ન્યુરલ પેટર્નને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના પર પ્રકાશ પાડે છે.

મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાથી શું ફાયદા

સ્ટડીના તારણોમાં એવું જણાવાયું છે કે મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે સાથે વ્યસન માટે જવાબદાર ન્યુરોટ્રાન્સમીટરની ગતિશિલતા પણ વધે છે આને કારણે વ્યસન છોડવામાં અનુકૂળતા રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mobile health news smartphone use
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ