બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 09:04 PM, 13 April 2024
પૈસા આપીને વૈશ્યા સાથે શરીરસુખ માણવું પણ અપરાધની શ્રેણીમાં આવે છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે 'વૈશ્યાવૃતિ માટે પૈસા આપવા ગુનો' છે.
વેશ્યાવૃત્તિના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા આરોપો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટીસ જી.એસ.આહલુવાલિયાની સિંગલ બેંચે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે વેશ્યાવૃત્તિ માટે પૈસાની ચુકવણી ગુનાની શ્રેણીમાં આવે છે. ફરિયાદ પક્ષ પાસે પૂરતા પુરાવા છે કે અરજદારે વેશ્યાવૃત્તિ માટે રકમ ચૂકવી હતી.
ADVERTISEMENT
દેહ વ્યાપારમાં સામેલ નથી તેવી અરજદાર દલીલ ફગાવાઈ
જબલપુરના રહેવાસી ઋષભ વતી આ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગોરા બજાર પોલીસે તેની વેશ્યાવૃત્તિના આરોપમાં ધરપકડ કરી હતી. જબલપુર જિલ્લા અદાલતે તેની સામે અનૈતિક તસ્કરીની કલમ 5 અને 6 હેઠળ આરોપો ઘડ્યા છે. અરજીકર્તા તરફથી મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે અરજદાર અનૈતિક દેહ વ્યાપારમાં સામેલ નથી. આ કેસની સુનાવણી દરમિયાન સરકાર તરફથી હાજર રહેલા વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન દલાલના અડ્ડા પરથી એક રૂમમાં એક યુવતી સાથે અરજદાર વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઘટના સ્થળેથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી. ફરિયાદી પક્ષ પાસે પુરાવા છે કે આરોપીએ વેશ્યાવૃત્તિ માટે આ રકમ ચૂકવી હતી, જેને ગંભીરતાથી લેવામાં આવી હતી અને ટ્રાયલ કોર્ટે તેના પર આરોપ મૂક્યો હતો. જસ્ટિસ જી એસ આહલુવાલિયાની સિંગલ બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વૈશ્યાવૃતિ માટે પૈસા આપવાને ગુનો માન્યો હતો.
ADVERTISEMENT
શું હતો કેસ
એમપીના જબલપુરમાં ઋષભ નામનો યુવાન શરીરસુખ માણવા માટે દલાલ પાસે ગયો હતો. દલાલે ઘરમાં તેને માટે વૈશ્યા બોલાવી હતી. હવે દરોડા પડ્યા ત્યારે તે રુપલલના સાથે ઝડપાયો હતો. આ ઉપરાંત ઘટના સ્થળેથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી. ટ્રાયલ કોર્ટે આરોપી યુવાન સાથે આરોપ ઘડ્યાં હતા. જેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરતાં દલીલ કરી હતી કે તે વૈશ્યાવૃતિમાં સામેલ નથી. જોકે તેની દલીલ હાઈકોર્ટે ફગાવી દેતાં હાઈકોર્ટે આવો ચુકાદો જાહેર કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.