બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / girl kisses virat kohli statue in viral video

પ્રેમની ભાવના / VIDEO : મેડમ તુસાદ મ્યુઝિયમમાં કોહલીના પૂતળાને કિસ કરી છોકરીએ, સેલ્ફી પણ લીધી, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 05:08 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગાપોરમાં આવેલા વિશ્વવિખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં વિરાટ કોહલીના મીણના પૂતળાને કિસ કરી રહેલી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે.

  • ક્રિકેટર વિરાટ કોહલી પાછળ ચાહકો ગાંડા
  • ચાહક છોકરીએ કોહલીના મીણના પૂતળાને કરી
  • મેડમ તુસાદ મ્યુઝિયમમાં બન્યું આવું
  • વીડિયો વાયરલ થતા લોકો અનુષ્કાને પૂછવા લાગ્યા સવાલ 

ચાહકોને રન મશીન વિરાટ કોહલીનો ભારે ક્રેઝ છે, ખાસ કરીને છોકરીઓ કે યુવતીઓ તેની એક ઝલક મેળવવા તલપાપડ હોય છે. કોહલી જ્યાં પણ જાય ત્યાં ચાહકોની ભીડ લાગી જાય છે અને તેની સાથે સેલ્ફી પડાવે છે. આવા લોકપ્રિય ક્રિકેટરને તો ઠીક પરંતુ તેના પૂતળાની પણ કિસ કરતાં છોકરીઓ અચકાતી નથી, તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે. 

મેડમ તુસાદ મ્યુઝિયમમાં છોકરીએ કોહલીના મીણના પૂતળાને કરી કિસ
વિશ્વવિખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં દુનિયાની તમામ ક્ષેત્રની જાણીતી હસ્તીઓના મીણના પૂતળાઓ બનાવાયા છે જેમાં ક્રિકેટર વિરાટ કોહલીનું મીણનું પૂતળું પણ સામેલ છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો તુસાદ મ્યુઝિયમ જઈને તેમના પ્રિયના પૂતળા નિહાળે છે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં વિરાટ કોહલીના મીણના પૂતળાને કિસ કરી રહેલી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવતી મેડમ તુસાદમાં લગાવેલા કોહલીના વેક્સ સ્ટેચ્યૂને કિસ કરતી જોવા મળી રહી છે. યુવતી ક્રિકેટરની મોટી ફેન લાગે છે. આ દરમિયાન યુવતી મીણના પૂતળા સાથે પોઝ આપતી અને હસતી જોવા મળી રહી છે. છોકરીએ કોહલીના પૂતળાને તસતસતું ચૂંબન ચોડ્યું હતું. 

લોકોએ પૂછ્યું - શું થઈ રહ્યું છે અનુષ્કા?

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ  ફેન્સ અલગ અલગ વાતો કરવા લાગ્યા હતા. જ્યારે કોઇએ યુવતીની ટીકા કરી હતી તો કેટલાકને કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માની  ચિંતા થઈ હતી. વાયરલ ક્લિપ જોયા બાદ કોહલીના એક ચાહકે અનુષ્કાને પૂછ્યું છે કે, 'આ શું થઈ રહ્યું છે', જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, 'જો આ કોઈ છોકરાએ કર્યું હોત તો. કોહલીના મીણના પૂતળાને કિસ કરતી યુવતીનો વિડિયો ટ્વીટર પર @GemsOfSimps નામના હેન્ડલ સાથે શેર કરવામાં આવ્યો છે. થોડી સેકન્ડની આ ક્લિપ ઇન્ટરનેટ પર અપલોડ થતાં જ ધમાલ મચાવવા લાગી છે. આ વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે, તો લોકો તેને લાઈક અને કમેન્ટ અને શેર પણ જોરદાર રીતે કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ