બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Girl injured in eye while bursting firecrackers in Keem village of Surat

સુરત / 4 વર્ષનું બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પહોંચી ગયું, પછી જે થયું તેનાથી માં-પિતાને આવ્યું ભાન

Dinesh

Last Updated: 12:08 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કામરેજની રત્નપૂરી સોસાયટીમાં મહેમાન તરીકે આવેલા પરિવારનું બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પાસે પહોંચી ગયું હતું, પોલીસ કર્મીએ જોઈ લેતા પરિવારનો સંપર્ક કર્યો

  • સુરતના કીમ ગામે ફટાકડા ફોડતા બાળકીને આંખમાં ઇજા
  • આંખમાં ગંભીર ઈજા થતા આંખનુ કરાયુ ઓપરેશન
  • 3 વર્ષની આલિયા શેખને કિરણ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

માતા-પિતા માટે ફરી એકવાર ચેતવણીરુપ કિસ્સા સામે આવ્યો છે. સુરતના કીમ ગામે ફટાકડા ફોડતા બાળકીને આંખમાં ઇજા થઈ છે. તો બીજી તરફ કામરેજની રત્નપૂરી સોસાયટીમાંથી એક ચાર વર્ષનું બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચારરસ્તા ચેક પહોંચી ગયું હતું. જો કે, પોલીસની નજર બાળક પર પડતા હેમખેમ બાળકને પરિવાર સુધી પહોંચાડ્યું હતુ.

ફટાકડા ફોડતા બાળકીને આંખમાં ઇજા પહોંચી
સુરતના કીમ ગામે ફટાકડા ફોડતા બાળકીને આંખમાં ઇજા પહોંચી છે. આંખમાં ગંભીર ઈજા થતા આંખનુ ઓપરેશન કરાયુ છે. અન્ય બાળકના જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જે આતશબાજી દરમિયાન બાળકીને આંખમાં વાગ્યુ હતું. 3 વર્ષની આલિયા શેખને કિરણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  અત્રે જણાવીએ કે, ગતરોજ આલિયા શેખનો પણ જન્મ દિવસ હતો. પોતાની જન્મ દિવસની ઉજવણી ઘરમાં કર્યા બાદ તે અન્ય બાળકીના જન્મ દિવસની ઉજવણીમાં ગઈ હતી. આ ઘટના સુરતના કીમ ગામે બનવા પામી છે.

કામરેજનો ચેતવણી રૂપ કિસ્સો
માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. કામરેજની રત્નપૂરી સોસાયટીમાં મહેમાન તરીકે આવેલા પરિવારનું બાળક મોબાઈલ લઇને ઘરની બહાર નીકળી ગયું હતું. જે બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પાસે પહોંચી ગયું હતું.  જ્યાં બાળક રસ્તો ક્રોસ કરી રહ્યું હતુ તે દરમિયાન પોલીસની નજર બાળક પર પડી હતી ત્યારે  હાજર પોલીસે તુરત બાળકને ત્યાંથી પકડી લીધું હતું. બાળકના હાથમાં રહેલ મોબાઇલથી બાળકના પરિવારનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકની માતાને બોલાવી જરૂરી સતર્કતા રાખવાની સૂચનો પણ આપ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ