બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Get Rid of Expensive Light Bill: Install Solar Panel Peace for 25 Years, Govt Will Give Rs

કામની વાત / મોંઘા લાઇટ બિલથી છૂટકારો: સોલાર પેનલ લગાવો 25 વર્ષ સુધી શાંતિ, સરકાર આપશે આટલા રૂપિયા

Megha

Last Updated: 04:48 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરની છત પર સોલાર પેનલ લગાવીને જરૂરી વીજળી સરળતાથી જનરેટ કરી શકો છો અને આ માટે સરકાર સબસિડી આપે છે

  • ઘરની છત પર લગાવો સોલાર પેનલ 
  • સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપે છે 
  • કેટલી મળશે સબસિડી?

આજકાલ ભારત સરકાર પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે તેના બીજા વૈકલ્પિક સ્ત્રોતો પર ઘણો ભાર મૂકી રહી છે. સરકાર પેટ્રોલ- ડીઝલનો વપરાશ ઘટાડીને ઇમ્પોર્ટનું બિલ  (India Import Bill) ઘટાડવા માંગે છે. આ પાછળનું સૌથી મોટું કારણ છે બદલાતી પરિસ્થિતિ સાથે બીજા દેશોની જેમ ભારતની ઊર્જા જરૂરિયાતો પણ રહી છે. ભારતમાં ઉર્જા જરૂરિયાતો વધુ છે પણ તેના કરતાં વધુ તેલ અને ગેસની આયાત માટે ભારત વધુ નિર્ભરતા વધારે છે. એટલા માટે જ હાલ સરકાર ઉર્જાની આયાતને ઘટાડવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે 

ઘરની છત પર સોલાર પેનલ લગાવો 
આ સાથે જ રોજબરોજની વસ્તુઓના વધતા ભાવોએ સામાન્ય લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. દૂધથી લઈને લોટના વધતા ભાવને કારણે લોકોનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે તેઓ બચત કરી શકતા નથી. જો તમારી પણ આવી જ હાલત છે તો તમે આ રીત અપનાવીને મોંઘી વીજળીથી છુટકારો મેળવી શકો છો પણ આ માટે તમારે એક વાર તગડી રકમ ખર્ચવી પડશે. જો તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવો છો, તો તમને વીજળીના બિલમાંથી છૂટકારો મળશે. સાથે જ સરકાર પણ લોકોને પ્રોત્સાહિત કરી રહી છે કે એ લોકો તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ખુદ ઉર્જાનું ઉત્પાદન કરે. સરકાર 2030 સુધી કુલ 40 ટકા ઉર્જા બીજા વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા ઉત્પાદન થાય એવું લક્ષ્ય ધરાવે છે. એટલા માટે સરકાર લોકોને તેના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સોલાર રૂફટોપ સબસિડી સ્કીમ યોજના હેઠળ સબસિડી પણ આપી રહી છે. 

ઘરમાં દૈનિક વીજળી વપરાશના યુનિટ વિશે જાણો 
જણાવી દઈએ કે ઘરની છત પર સોલાર પેનલ લગાવીને જરૂરી વીજળી સરળતાથી જનરેટ કરી શકો છો અને આ માટે સરકાર સબસિડી આપે છે પણ ઘરમાં સોલાર પેનલ લગાવતા પહેલા વ્યક્તિએ પોતાના ઘરમાં દરરોજ વપરાતી વીજળી વિશે માહિતી  મેળવવી જોઈએ. એટલે કે ઘરમાં 2-3 પંખા, એક ફ્રિજ, 6-8 LED લાઇટ, પાણીની મોટર અને ટીવી ચલાવો છો તો તમારે આ માટે દરરોજ 6 થી 8 યુનિટ વીજળીની જરૂર પડશે અને એ 6 થી 8 યુનિટ વીજળીના ઉત્પાદન માટે તમારે બે કિલોવોટની સોલાર પેનલ લગાવવી પડે છે. 

કેટલી મળશે સબસિડી?
દેશમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે અને સરકાર દ્વારા મળતી સબસિડીનો લાભ લેવા માટે લોકોએ ડિસ્કોમ પેનલમાં સમાવિષ્ટ કોઈપણ વિક્રેતા પાસેથી તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવી પડશે. જણાવી દઈએ કે પછી તમે સબસિડી માટે અરજી કરી શકો છો. નોંધનીય છે કે તમે જો ત્રણ કિલોવોટ સુધીની રૂફટોપ સોલર પેનલ લગાવો છો, તો તમને સરકાર તરફથી 40 ટકા સુધીની સબસિડી મળશે અને 10 kWની સોલાર પેનલ પર 20 ટકા સુધીની સબસિડી મળી રહે છે.  ઉધારન તરીકે બે કિલોવોટની સોલર પેનલ લગાવો તો તેની કિંમત લગભગ 1.20 લાખ રૂપિયા છે જેમાં સરકાર તમને 40 ટકા સુધીની સબસિડી આપશે. એટલે કે તમારે  72 હજાર રૂપિયા ખર્ચવા પડશે અને સરકાર તરફથી 48,000 રૂપિયાની સબસિડી મળશે.

સોલાર સ્કીમના છે ઘણા ફાયદા 
સોલાર પેનલનું આયુષ્ય 25 વર્ષ છે. સોલર રૂફટોપ સબસિડી સ્કીમ સામાન્ય લોકો માટે ઘણી બધી રીતે ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવવાનો ખર્ચ ઓછો થાય છે. કારણ કે આ સ્કીમ મુજબ સોલર રૂફટોપ લગાવવાનો એક ભાગ સરકાર તરફથી સબસિડી તરીકે ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર સહિત અનેક રાજ્ય સરકાર પણ સોલર રૂફટોપ લગાવવા વધારાની સબસિડી આપી રહી છે. 

વીજળી મળે છે ફ્રી 
સોલાર પેનલ લગાવવાથી વીજ બિલની ઝંઝટનો અંત આવે છે. એક વખત સોલાર રૂફટોપ લગાવી દીધા પછી દરરોજના વપરાશ માટે વીજળી તમારી છત પર લાગેલ સોલાર રૂફટોપના સોલાર પેનલ્સમાંથી ઉત્પન્ન થાય છે.

વધારાની વીજળી વહેંચીને પૈસા કમાઓ 
આ સ્કીમનો ત્રીજો ફાયદો એ છે કે તમે તેના દ્વારા કમાણી પણ કરી શકો છો. જો ઘરની છત પર લાગેલ સોલાર તમારા દરરોજના વપરાશ કરતાં વધુ વીજળીનું ઉત્પાદન કરી રહ્યું છે, તો પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ તમારી પાસેથી એ વીજળી ખરીદી લેશે. સોલર રૂફટોપ સબસિડી યોજના એકસાથે ત્રણ જબરદસ્ત ફાયદા આપે છે. આ એક એવું રોકાણ છે, જે માત્ર તાત્કાલિક બચત તો કરે જ છે પણ સાથે સાથે આવકની પણ વ્યવસ્થા કરી આપે છે. 
સરકાર ગ્રીન એનર્જીને પણ પ્રોત્સાહન આપી રહી છે અને આ અંતર્ગત તે સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ