બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Germany presses its military into action to assist India, to send oxygen generation plant

મહામારી / ભારતની મદદ માટે આ દેશે પોતાની સેનાને ઉતારી મેદાનમાં, આ રીતે બચાવશે લોકોના જીવ

Hiralal

Last Updated: 10:43 PM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસથી મચેલા હાહાકારને જોતા જર્મનીએ મદદ માટે હવે પોતાની સેનાને મેદાનમાં ઉતારી છે.

  • જર્મનીની સેના ભારતની મદદ કરશે
  • ચાન્સેલર એન્જેલા મર્કલે 
  • ભારતના લોકો સાથે એકજૂટતા વ્યક્ત કરી
  • ક્સિજનની વધતી ડિમાન્ડને જોતા જર્મની ઑક્સિજન પ્લાન્ટ ભારત મોકલી રહ્યું છે. 

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલે ગત સપ્તાહે એક નિવેદન જાહેર કરી ભારતના લોકો સાથે એકજૂટતા વ્યક્ત કરી હતી. જેના બાદ હવે જર્મનીની સેના ભારતની મદદ માટે મેદાનમાં ઉતરી છે. ઑક્સિજનની વધતી ડિમાન્ડને જોતા જર્મની ઑક્સિજન પ્લાન્ટ ભારત મોકલી રહ્યું છે. 

જ્યારે બીજી બાજુ જર્મન વૅન્ટિલેટરની એક બૅચ પણ શનિવારે દિલ્હી પહોંચવાની છે. રિપોર્ટ અનુસાર એક ખાસ વાતચીતમાં જર્મન કર્નલ ડૉ. થોરસ્ટેન વેબરે કહ્યું કે ઑક્સિજન ઉત્પાદન પ્લાન્ટ ભારત મોકલવામાં આવી રહ્યાં છે અને જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. કર્નલ વેબર જે જર્મન વાયુસેનાના પ્રવક્તા ચે અને તેઓ ઉપકરણની સાથે ભારત માટે રવાના પણ થશે. 

તેમણે કહ્યું કે ઑક્સિજન પ્લાન્ટને તૈયાર કરવામાં ભારતીય ટૅકનિશ્યનોને ઑક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે ટૅકનોલોજીની એક ટીમ પણ ભારત આવશે. પ્લાન્ટ લગાવ્યા બાદ ટીમ જર્મની પરત આવશે. જર્મન ઍરફોર્સનું ઍરબસ 120 વૅન્ટિલેટર અને અન્ય સામાન સાથે શનિવારે નવી દિલ્હીમાં લગભગ સવારે 9.30 વાગ્યે લૅન્ડ કરશે.

ઈન્ડીયન એરફોર્સના વિમાનો મિશન ઓક્સિજનમાં જોડાયા

ઈન્ડીયન એરફોર્સના હેવી લિફ્ટ એરક્રાફ્ટ સી-17 ગ્લોબોમાસ્ટર-3 અને આીએલ-76 પણ દેશ-વિદેશમાંથી ખાલી કન્ટેનર્સ ટ્રાન્સપોર્ટ કરી રહ્યાં છે. આ વિમાનોએ દેશમાં અત્યાર સુધી 158 ખેપ મારી છે, 2271 મેટ્રિક ટન ક્ષમતાના 109 કન્ટેનર્સને એરલિફ્ટ કર્યાં છે. 830 મેટ્રિક ટન ક્ષમતાના 47 કન્ટેનર્સના ટ્રાન્સપોર્ટ માટે આ વિમાનોએ 28 ખેપ કરી છે. 

4 લાખ 1 હજાર 911 નવા દર્દી સામે આવ્યા 

ભારતમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.  શુક્રવારે પહેલીવાર દેશમાં એક દિવસમાં નોંધાનારા આંકડા 4 લાખને પાર થઈ ગયા છે. આજે 4 લાખ 1 હજાર 911 નવા દર્દી સામે આવ્યા છે. એક દિવસમાં 3521 લોકોના જીવ ગયા છ. સારી વાત એ છે કે એક દિવસમાં કોરોનાથી 2 લાખ 98 હજાર 951 દર્દી સ્વસ્થ થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા1 કરોડ 91 લાખ 57 હજાર 94  થઈ છે.  ત્યારે સાજા થનારાનો કુલ આંક 1.56 કરોડ થયો છે. અત્યાર સુધીમાં કુલ 2.11 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 32.64 લાખ છે. દેશભમાં સંક્રમણની સ્પીડીની વાત કરીએ તો ગત 10 દિવસમાં કોરોનાના દર્દીના આંકડા રોજના 3 લાખથી 4 લાખને પાર થયા છે. આ પહેલા 21 એપ્રિલથી રોજના 3 લાખથી વધારે મામલા સામે આવ્યા છે. 21 એપ્રિલે જ્યાં 3.15 લાખ દર્દી મળ્યા હતા. ત્યારે 22 ના રોજ 3.32 લાખ, 23ના રોજ 3.45 લાખ, 24ના રોજ 3.48 લાખ, 25 ના રોજ 3.54 લાખ, 26ના રોજ 3.19 લાખ. 27ના રોજ 3.62 લાખ, 28ના રોજ 3.79 લાખ,  29 ના રોજ 3.86 લાખ અને 30 એપ્રિલે 4.01 લાખ નવા દર્દી મળ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ