બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / gape between two vaccine dose increased

અવઢવ / કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ફરી એક વખત વધારાયું, જેણે બન્ને ડોઝ લઈ લીધા છે તેમનું શું થશે? જાણો એક્સપર્ટ શું કહે છે

Yagnik

Last Updated: 03:11 PM, 15 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે બ્રિટનમાં થયું છે ત્યા 50થી વધુ વયના લોકો માટે વેક્સિનના બે ડોઝ વચ્ચે માત્ર 8 અઠવાડિયાનું અંતર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

  • ભારતે કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો ગાળો વધાર્યો
  • જે દેશે સંશોધન કર્યું એ દેશે બે ડોઝ વચ્ચેનો ગાળો ઘટાડ્યો
  • ટૂંકાગાળામાં અગાઉ જ બન્ને ડોઝ લઈ લીધા તેમનું શું થશે?
     

કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ભયંકર રીતે ત્રાટકી છે. આ લહેરે ભારતની સ્વાસ્થ સુવિધાની સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી છે. એમ્બ્યુલંસથી લઈને સ્મશાનમાં વેઇટિંગ વધી રહ્યું છે. લોકો ઓક્સિજન અને સારવારના અભાવે ટપોટપ મૃત્યું પામી રહ્યા છે. આવા સંજોગમાં કોરોનાની આ મહામારીથી બચવા માટે એક જ રામબાણ ઇલાજ છે અને આશાનું કિરણ છે કોરોનાની વેક્સિન.

ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની વેક્સિનની માગમાં ખુબ જ વધારો થયો છે. સામે બીજી તરફ વેક્સિનની તંગી પણ ઊભી થઈ છે. આવા સમયે સરકારે કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ અંગે મોટો નિર્ણય કર્યો છે. વેક્સિનના બે ડોઝની વચ્ચે અંતર વધારવા માટેનું સૂચન કર્યું છે. સરકારનો તર્ક છે કે, વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર વધારવાથી વેક્સિન વધારે અસરકારક રીતે કામ કરે છે. એટલે જ કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડીયાનું અતંર રાખવાનું સૂચન કર્યું. 

આપને જણાવી દઈએ કે શરૂઆતમાં સરકારે વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર 4થી 6 અઠવાડીયાનું સૂચવ્યું હતું ત્યાર બાદ તેમા વધારો કરીને 8 અઠવાડિયાનું સૂચન કર્યું અને હવે 3થી 4 મહિનાનું અંતર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. આવા સમયે સૌથી અગત્યનો સવાલ એ છે કે, જે લોકોએ કોવિશિલ્ડ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે તેઓનું શું થશે? તેઓએ આગળ કોઈ ડોઝ લેવાની જરૂર છે કે નહી?

બન્ને ડોઝ ટૂંકા અંતરમાં લઈ લેનાર દર્દીઓ અંગે વાત કરતા કોવિડ વર્કિંગ ગૃપના ચેરમેન ડૉ. એન.કે. અરોડા જણાવે છે કે, "કોવિશિલ્ડના બન્ને ડોઝ લઈ લીધા હોય તેવા વ્યક્તિઓએ ગભરાવાની જરૂર નથી. કોવિશિલ્ડ વેક્સિન કોરોના સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. પરંતુ જો રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારે હોય તો તે રસી વધારે અસરકારક સાબિત થાય છે. બીજી બાજુ દુનિયામાં મર્યાદિત કંપનીઓ જ વેક્સિન બનાવવાનું કામ કરે છે એટલે વેક્સિનના ડોઝ પણ મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ થઈ રહ્યા છે."

ડૉ. અરોરોના જણાવ્યા પ્રમાણે ભારતમાં ટૂંક સમયમાં જ વેક્સિનેશનની સંખ્યા વધારવામાં આવશે. ભારતમાં હાલ કોવેક્સિન અને કોવિશિલ્ડ બે વેક્સિન આપવામાં આવે છે. ટૂંક સમયમાં રશિયાની સ્પૂતનિક અને ત્યારબાદ અમેરિકાની ફાઇઝર, મોડર્ના અને જોનસન & જોનસન કંપનીની વેક્સિનને પણ મંજૂરી મળી શકે છે. 

આપને જણાવી દઈએ કે, સરકાર એક તરફ વેક્સિનની અસરકારતા વધારવાની વાતો કરીને તેના ડોઝ વચ્ચેનું અંતર વધારી રહી છે અને બીજી તરફ કોવિશિલ્ડ રસીનું સંશોધન જે બ્રિટનમાં થયું છે ત્યા 50થી વધુ વયના લોકો માટે વેક્સિનના બે ડોઝ વચ્ચે માત્ર 8 અઠવાડિયાનું અંતર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ