બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Ganiben made a fortune from liquor installment, war of testimony between women leaders

લોકસભા ચૂંટણી 2024 / 'ગેનીબેને દારૂના હપ્તાથી સંપતિ બનાવી', મહિલા નેતાઓ વચ્ચે જુબાની જંગ, 'બનાસની બેન'નો પલટવાર

Published By: Vishal Dave

Last Updated: 08:52 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેખાબેને આક્ષેપ કર્યા કે ગત ઇલેક્શનમાં નીલ સંપતિની એફિડેવિટ કરનાર ગેનીબેન પાસે 40 વિઘા જમીન અને 3 બંગલા ક્યાંથી આવ્યા

પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન સામે આક્ષેપ કરાયા છે. જેમાં તેમણે કહ્યુ છે કે ગેનીબેને ગત ઇલેક્શનમાં જ્યારે એફિડેવિટ કરી ત્યારે તેમની સંપતિ નિલ બતાવી હતી..અને અત્યારે તેમણે એફિડેવિટ કરી તેમાં તેમણે તેમણે 40 વિઘા જમીન, ભાભરમાં 3 બંગલા અને બે ગાડીઓ તેમજ કિલો-કિલોમાં સોનું -ચાંદી બતાવ્યા છે તો આ બધું તેમની પાસે ક્યાંથી આવ્યું.  તેમણે કહ્યું કે પોતે ગરીબ હોવાનો દાવો ગેનીબેન કરતા આવ્યા છે.. પરંતુ વાવની જનતા કહે છે કે તેમણે દારુના હપ્તામાંથી આ સંપતિ વસાવી છે.. 

તમે ધારાસભ્ય હતા ત્યારે ક્યાંય દારુના અડ્ડા પર દરોડા પાડ્યા હતા ?

બીજી તરફ ગેનીબેને રેખાબેનને જવાબ આપતા કહ્યું કે તમે પણ પહેલા ધારાસભ્ય હતા. બતાવો કે તમે કોઇ દારુના અડ્ડા પર દરોડા પાડ્યા હોય, રેડ પાડી હોય કે પછી કોઇને મદદ કરી હોય... જો હોય  તો તેની હિસ્ટ્રી મુકજો તો અમે તમને અભિનંદન આપીશું.. તેમણે રેખાબેનને લોકશાહીની પ્રણાલિમાં મર્યાદામાં રહેવા માટે પણ ટકોર કરી . 

 

મિલકતની કિંમતમાં વધારાને લઇને ગેનીબેને આપ્યો આ જવાબ 

આ પહેલા ગેનીબેને  ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર કટાક્ષભર્યા શબ્દો બોલતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમણે ત્રણ-ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા. જે એમની માનસિકતા બતાવે છે. ત્રણ-ત્રણ વકીલો રાખીને તેમણે સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે. તેમણે કહ્યું કે તેમના સોગંધનામાની અંદર મિકલતના ભાવમાં વાંધા કાઢયા. તેમણે કહ્યું કે  મારી 2007 થી 2024ની મિલ્કતનું એફિડેવિટ સરખું જ છે. એમની જંત્રીઓ સરકાર લોકોનું શોષણ કરવા ખોટી રીતે વધારે તો એમો સુધારો કરવો પડે. વેલ્યુશન વધારવું એ કામ સરકારનું છે એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે. તો અમે તે પ્રમાણે એફિડેવિટ કર્યું છે. જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય તો અમે કઈ કરી ન શકીએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Allegations Banaskantha Ganiben Installment Rekhaben Wealth liquor loksabha election 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ