બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / gangubai kathiawadi song dholida release alia bhatt dance gujarati garba

એ હાલો! / ગુજરાતી ગરબાના તાલે ઝૂમી આલિયા, ગંગુબાઈ કાઠિયાવાડીનું નવું ગીત 'ઢોલીડા' થયું રીલીઝ

Premal

Last Updated: 01:26 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠીયાવાડીની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. હવે સંજય લીલા ભણસાલીએ તેના પ્રશંસકોને સરપ્રાઈઝ આપીને ફિલ્મનું પહેલુ ગીત રિલીઝ કર્યુ છે.

  • ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ થશે રિલીઝ
  • યુ-ટ્યુબ પર ફિલ્મનું નવુ ગીત 'ઢોલીડા' થયું રીલીઝ
  • આલિયા ભટ્ટે ઠુમકા લગાવીને ગીતમાં કર્યો ડાન્સ

ઢોલીડા ગીત રિલીઝ 

ગીતનું નામ ઢોલીડા છે. યુ-ટ્યુબ પર રિલીઝ થયેલા ગીતનો વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આલિયા ભટ્ટે જે રીતે ઠુમકા લગાવીને આ ગીતમાં ડાન્સ કર્યો છે, તે ખરેખર વખાણવાલાયક છે. આલિયાની ગીતમાં જેવી એન્ટ્રી થાય છે, તે પોતાના જુડાને સરખો કરીને ગંગૂબાઈ અંદાજમાં નમસ્તે કરે છે. ત્યારબાદ સાડીને ઉપરની બાજુએ બાંધીને ઠુમકા લગાવવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયાની સાથે ઘણા બેકગ્રાઉન્ડ ડાન્સર્સ પણ ડાન્સ કરી રહ્યાં છે. ટ્રેલરમાં પણ આલિયા ભટ્ટનુ દમદાર પર્ફોમન્સ જોવા મળ્યું છે. ટ્રેલર જોયા બાદ તમે આલિયાના ખૂબ વખાણ કરશો.

આ એક રિયલ લાઈફ કહાનીથી પ્રેરિત 

'ગંગુબાઈ કાઠિયાવાડી'ની કહાની એક રિયલ લાઈફ કહાનીથી પ્રેરિત છે. આ કહાની એક એવી નિર્દોષ યુવતીની કહાની છે. જેને નાની ઉંમરમાં વેશ્યાવૃત્તિની અંદર ધકેલી દેવામાં આવે છે. ત્યારબાદ આ યુવતી આગળ જઇને વેશ્યાલયની માલિક અને મુંબઈની ડૉન બની જાય છે. આખી ટીમ ફિલ્મનું પ્રમોશન ઉત્સાહપૂર્વક કરી રહી છે. આલિયાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગંગૂબાઈ કાઠિયાવાડી લુકમાં ઘણા ફોટો શેર કર્યા છે. 

ફિલ્મ રિલીઝની રાહ જોવી કપરું બન્યું

આલિયાનો લુક અને ટ્રેલર જોયા બાદ ફિલ્મ રિલીઝ સુધીની રાહ જોવી ખૂબ મુશ્કેલ થઇ રહી છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થઇ રહી છે. હવે વાત એવી આવે છે કે તમે આલિયાના ચાહકો હોય કે ના હોય પરંતુ આ ફિલ્મ જોયા બાદ તમે આલિયાના પ્રશંસક આવશ્ય બની જશો. મહત્વનું છે કે, કરણ જોહર પણ આલિયાની આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ