બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / રાજકોટ / Gangster Nikhil Donga will be sent to Sabarmati Jail

કાર્યવાહી / કુખ્યાત નિખિલ દોંગાની મુશ્કેલી વધી, રાજકોટની સ્પેશિયલ કાર્ટે અરજી ફગાવીને આપ્યો મોટો આદેશ

Malay

Last Updated: 03:09 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: ગેંગસ્ટર નિખિલ દોંગાની મુશ્કેલીઓ વધી છે. રાજકોટ સ્પેશિયલ કાર્ટે દોંગાની અરજીને ફગાવીને સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.

 

  • નિખિલ દોંગાને સાબરમતી જેલમાં મોકલાશે
  • સાબરમતી જેલમાં મોકલવાનો કોર્ટનો આદેશ
  • અત્યારે ભુજની જેલમાં બંધ છે નિખિલ દોંગા

હત્યાની કોશિશ સહિતના 14થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડેલ અને ગુજસીટોકના ગુનામાં જેલની હવા ખાતા નિખિલ દોંગાને સાબરમતી જેલમાં મોકલવા આદેશ કરાયો છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. 

કુખ્યાત નિખિલ દોંગા પર સૌથી મોટો ઘટસ્ફોટ : આ પૂર્વ ધારાસભ્યની હત્યા કરવા  માટે ઘડ્યું હતું કાવતરું | Biggest revelation on infamous Nikhil Donga:  Conspiracy to assassinate ...
કુખ્યાત નિખિલ દોંગા

પોલીસે કરી હતી ફરિયાદ
કુખ્યાત નિખિલ દોંગાએ સાબરમતી જેલમાં જવાના આદેશ પર સ્ટે માટે અરજી કરી હતી. રાજકોટની સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાની અરજીને ફગાવી દીધી છે અને તેને સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. અત્યારે નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ છે. મહત્વનું છે કે, ભુજની જેલમાં નિખિલ દોંગાને સગવડો મળતી હોવાની પોલીસે ફરિયાદ કરી હતી. 

કોર્ટે સાબરમતી જેલમાં મોકલવાનો કર્યો આદેશ
પોલીસ તરફી સ્પે.પી.પી. એસ.કે.વોરાએ ધારદાર દલીલો કરી હતી. જેમની દલીલને ગ્રાહ્મ રાખી રાજકોટની સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. 

ગેંગ સામે નોંધાયા છે 117 જેટલા ગુના
રાજકોટ સહિત અન્ય જિલ્લામાં નિખિલ દોંગા ગેંગ સામે હત્યાની કોશિશ સહિત 117 જેટલા ગુના નોંધાયા છે. ત્યારબાદ પોલીસ દ્વારા કુખ્યાત નિખિલ દોગા સામે ગુજસીટોક કાયદાનું હથિયાર ઉગામી ગોંડલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં નિખિલ દોંગાએ આખા જેલ પ્રશાસનને રૂપિયાના પાવરથી કાબૂમાં કરી લીધું હતું અને જેલમાં પણ તે જલસાની જિંદગી જીવતો હતો. જે અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતાં નિખિલને ભુજની પલારા જેલમાં મોકલ્યો હતો. 

સિવિલ હોસ્પિટલમાંથી થયો હતો ફરાર 
થોડા દિવસબાદ નિખિલે બીમારીનું કારણ ધરીને ભાગી જવા માટે નાટક રચ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેને ભુજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલસને હાથતાળી આપીને નિખિલ દોંગા રાત્રે ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ત્રણ દિવસમાં જ તેને ઝડપી પાડ્યો હતો. તેની ઉતરાખંડના નૈનીતાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસને એવી માહિતી મળી હતી કે તેને ભુજની જેલમાં પણ દરેક સગવડો મળી રહી છે. જેથી પોલીસે તેને સાબરમતી જેલમાં ખસેડવા કોર્ટમાં અપીલ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ