બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Ganesh festival is being celebrated with great fanfare in Ahmedabad, have a unique darshan

ગણપતિ બાપ્પા મોરયા / અમદાવાદીઓ આ મોકો ચુકતા નહીં, ચંદ્રયાન-3ની થીમ પર અદભૂત ગણેશ પંડાલ, કરી લો બાપ્પાના અનોખા દર્શન

Megha

Last Updated: 04:45 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ધૂમધામથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે એવામાં આજે અમે તમને અમદાવાદના 5 ગણપતિ પંડાલ વિશે જણાવશું જ્યાં તમે બાપ્પાના અનોખા દર્શન કરી શકો છો.

  • અમદાવાદમાં ધૂમધામથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે
  • અમે તમને અમદાવાદના 5 ગણપતિ પંડાલ વિશે જણાવશું
  • અમદાવાદમાં ચંદ્રયાન-3ની થીમ પર ગણેશ પંડાલનું આયોજન થયું 

11 દિવસ સુધી ચાલતાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને અમદાવાદમાં ધૂમધામથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. પહેલા દિવસે ગણપતિની પૂજા અને સ્થાપના કરવામાં આવે છે. દરરોજ 10 દિવસ સુધી વિધિ વિધાનની સાથે ગજાનંદની પૂજા કરવામાં આવે છે. આ વખતે 28 સપ્ટેમ્બર 2023માં અનંત ચતુર્દશીનાં દિવસે ગણપતિનું વિસર્જન થશે. 

એવામાં આજે અમે તમને અમદાવાદના 5 ગણપતિ પંડાલ વિશે જણાવશું જ્યાં તમે બાપ્પાના અનોખા દર્શન કરી શકો છો. 

ઓઢવ વિસ્તારની રત્નમાલ સોસાયટી

શહેરના ઓઢવ વિસ્તારની રત્નમાલ સોસાયટીમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા ચંદ્રયાન-3ની થીમ પર ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આશરે 13 ફૂટની ઊંચી ગણેશ ભગવાનની મૂર્તિ છે. આ મંડળ છેલ્લા 29 વર્ષથી ગણપતિ પંડાલનું આયોજન કરે છે. ગણપતિ પર્વ પર ચંદ્રયાન 3ના સફળતાની ઉજવણીનો અલગ નજારો જોવા મળ્યો છે. 

હટકેશ્વર ભાઈપૂરાના ગણપતિ

અમદાવાદમાં સૌથી મોટા અને વધારે ગણેશ ઉત્સવની ઉજવણી શહેરના મણીનગરમાં દક્ષિણી વિસ્તારમાં થાય છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં જતાં વચ્ચે રસ્તામાં હટકેશ્વર ભાઈપૂરાના ગણપતિ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગણપતિ બાપ્પાની ખૂબ સુંદર પ્રતિકૃતિના દર્શન થશે. 

મણિનગરની દક્ષિણી સોસાયટી

ત્યાંથી થોડે જ આગળ મણિનગરની દક્ષિણી સોસાયટીમાં શિવશક્તિ યુવક મંડળ સ્થાપિત ગણેશ પંડાલની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં 'ભારત હી ભાગ્ય વિધાતા' આધારિત થીમ રાખવામાં આવી છે. 

રમણનગર ના રાજા

અમદાવાદના મણિનગર વિસ્તારના રમણનગરમાં 'રમણનગર ના રાજા' ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. 

વસ્ત્રાપુરના ગણપતિ 

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા ગણપતિ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગણેશજીની અભિભૂત કરી દે એવી મૂર્તિના દર્શન કરવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ