બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar Kalol cholera case declared a cholera affected area

ચેતજો / સર્વે બાદ ગુજરાતનો આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, 2 કિમી વિસ્તારમાં ફાટી નીકળ્યો છે રોગ

Dinesh

Last Updated: 09:30 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news: ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર મચ્યો, ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીનાં આજુબાજુના 2 કિ.મીના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર મચ્યો છે. કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે કલોલના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીનાં આજુબાજુના 2 કિ.મીના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત વિસ્તાર
કલેક્ટરે જાહેરાનામું બહાર પાડી જણાવ્યું છે કે, ધી એપીડેમીક ડીસીઝ એક્ટ-1897ની કલમ-2 અન્વયે કોલેરા રેગ્યુલેશન હેઠળ ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીનાં આજુબાજુના 2 કિમીના વિસ્તારમાં ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરાય છે. 

 11 હજારથી વધુ નાગરિકોનો સર્વે કરાયો 
કલોલમાં કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા 2485 જેટલા ઘરોમાં 11 હજારથી વધુ નાગરિકોનો સર્વે કરાયો હતો.  આરોગ્ય વિભાગની 42 ટીમો કોલેરાના કેસ નોંધાતા એલર્ટ જોવા મળી રહી છે

વાંચવા જેવું: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ તારીખથી શરૂ થશે કેશુડા ટ્રેઇલ, નોંધી લો ટિકિટનો સ્લોટ અને સમય

અગાઉ 30 ડિસેમ્બરે આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો
એકાએક કોલેરાનાં કેસ પ્રકાશમાં આવતા ગાંધીનગર કલેક્ટર દ્વારા તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયું હતું. તેમજ 2 કિલોમીટરનાં સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. તેમજ ઈંટોનાં ભઠ્ઠા અને આસપાસનાં વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોની આરોગ્ય ચકાસણી શરૂ કરી હતી. ત્યારે આ જાહેરનામું તા. 30 મી ડિસેમ્બર 2023 થી આગામી ત્રણ મહિના સુધીનો આદેશ કર્યો હતો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ