બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Gali-galli mein shoar hai camron Green gets caught badly on Gill's controversial catch VIDEO viral

WTC Final / 'ગલી-ગલી મેં શોર હૈ...', ગિલના વિવાદાસ્પદ કેચ પર ગ્રીન ખરાબ રીતે ફસાયો; સ્ટેડિયમમાં લાગ્યા નારા, VIDEO વાયરલ

Megha

Last Updated: 01:32 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલ WTC ફાઇનલમાં બીજા દાવમાં થર્ડ અમ્પાયરના નબળા નિર્ણયનો શિકાર બન્યા છે. ફિલ્ડ અમ્પાયરે નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલ્યો પણ તેણે ઝૂમ એન્ગલથી જોયા વિનાઆઉટ આપી દીધો હતો

  • WTC ફાઇનલ મેચમાં ભારતીય ટીમે 3 વિકેટે 164 રન બનાવી લીધા છે
  • શુભમન ગિલ થર્ડ અમ્પાયરના નબળા નિર્ણયનો શિકાર બન્યા છે
  • થર્ડ અમ્પાયરે ઝૂમ એન્ગલ વગર ધ્યાનથી જોયો અને તેને આઉટ આપી દીધો

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTC 2023ની ફાઇનલ મેચનો આજે (11 જૂન) પાંચમો દિવસ છે. જણાવી દઈએ કે આજે આ ટાઈટલ મેચમાં મહાદંગલ થવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ મેચમાં 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ચોથા દિવસના અંત સુધી ભારતીય ટીમે 3 વિકેટે 164 રન બનાવી લીધા છે. હવે ટીમ આ મેચનો છેલ્લો દિવસ એટલે કે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.

અંહિયા એ વાત નોંધનીય છે કે ભારતીય ટીમને જીતવા માટે હજુ 280 રનની જરૂર છે. હાલ વિરાટ કોહલી (44) અને અજિંક્ય રહાણે (20) ટાઇટલ મેચમાં પાંચમા દિવસે રમશે. જ્યારે ચોથા દિવસે ભારતની બીજી ઇનિંગમાં રોહિત શર્મા (43), શુભમન ગિલ (18) અને ચેતેશ્વર પૂજારા (27) આઉટ થઈ ગયા છે. કાંગારૂ ટીમ તરફથી પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને નાથન લિયોને 1-1 વિકેટ લીધી છે.

શુભમન ગિલ ઓવલ ખાતે ચાલી રહેલી WTC ફાઇનલમાં બીજા દાવમાં થર્ડ અમ્પાયરના નબળા નિર્ણયનો શિકાર બન્યા છે. સ્કોટ બોલેન્ડની બોલિંગની 8મી ઓવરમાં, જ્યારે ગિલ 18 રન બનાવીને ક્રિઝ પર હતો, ત્યારે બોલ બાઉન્સ લઈને ગલી તરફ ગયો જે તેના બેટની બહારની કિનારે અથડાયો. તે પછી કેમેરોન ગ્રીને તે કેચ પકડ્યો, પરંતુ રિપ્લેમાં તે બોલ જમીનને સ્પર્શતો જોવા મળ્યો. ફિલ્ડ અમ્પાયરે નિર્ણય ત્રીજા અમ્પાયર રિચાર્ડ કેટલબરોને મોકલ્યો, પરંતુ તેણે પણ ઝૂમ એન્ગલ વગર તેને ધ્યાનથી જોયો અને તેને આઉટ આપી દીધો હતો. આ પછી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.

શુભમન ગીલની વિકેટ બાદ કેમેરોન ગ્રીન બોલિંગ કરવા આવ્યો ત્યારે મેદાન પર ભારે સૂત્રોચ્ચાર અને હંગામો થયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નારા લગાવતા પ્રેક્ષકો સ્પષ્ટપણે એમ કહેતા સાંભળી શકાય છે કે, ગલી ગલીમે શોર હૈ કેમેરોન ગ્રીન ચોર હૈ છે. આ સિવાય ચીટર જેવા શબ્દો પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વિટર પર અમ્પાયરને આ ઘટના કહી છે અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હોવાની તસવીર શેર કરી છે. 

આટલું જ નહીં, શુભમન ગિલે પણ આ વિકેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને ટ્વિટર પર ગ્રીનના કેચની તસવીર શેર કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. બીજી તરફ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગ્રીનને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે, મને લાગે છે કે તે ક્લીન કેચ હતો. મેં તેને ત્રીજા અમ્પાયર પર છોડી દીધું હતું અને બાદમાં તે પણ તેની તરફેણમાં દેખાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

WTC 2023 WTC Final 2023 IND vs AUS WTC Final Cricket match WTC ફાઇનલ થર્ડ અમ્પાયર શુભમન ગિલ wtc final 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ