બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2: Sunny Deol's on-screen daughter-in-law breaks silence on intimate scene, says- 'This is a business that...'

મનોરંજન / Gadar 2: સની દેઓલની ઓન-સ્ક્રીન પુત્રવધૂએ ઈન્ટીમેટ સીન પર તોડ્યું મૌન, કહ્યું- 'આ એક બિઝનેસ છે જે...'

Megha

Last Updated: 02:30 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગદર 2 ની એક્ટ્રેસ સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઇન્ટિમેટ સીનને કારણે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે.  હવે અભિનેત્રીએ પોતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

  • ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે
  • ફિલ્મની અભિનેત્રી સિમરત કૌરને લોકો કરી રહ્યા છે ટ્રોલ 
  • પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા  ઇન્ટિમેટ સીનને લઈને ચર્ચામાં છે સિમરત

Gadar 2 Actress Simrat Kaur: સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે એ પહેલા દર્શકોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મના ટ્રેલરની સાથે અત્યાર સુધીમાં ઘણા ગીતો પણ રિલીઝ થઈ ચૂક્યા છે. પણ આ બધા વચ્ચે ગદર 2 ની અભિનેત્રી સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઇન્ટિમેટ સીનને લઈને ચર્ચામાં છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

ઇન્ટિમેટ સીનને લઈને ચર્ચામાં છે સિમરત
22 વર્ષ બાદ ફરી એકવાર પડદા પર તારા અને સકીનાની જોડી 'ગદર' બનાવવા માટે તૈયાર છે. એક તરફ દરેકને ફિલ્મની યુવા સ્ટાર કાસ્ટ પાસેથી ઘણી આશાઓ છે. બીજી તરફ ગદર 2 ની અભિનેત્રી સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઇન્ટિમેટ સીનને લઈને ચર્ચામાં છે. સિમરત આ મામલે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે.આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ પોતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

ટ્રોલ થયા બાદ સિમરત કૌરે પહેલીવાર પ્રતિક્રિયા આપી 
અભિનેત્રી સિમરત કૌરે હાલમાં એક ઈન્ટરવ્યુમાં ઈન્ટીમેટ સીન પર ખુલીને વાત કરી હતી.સિમરતે કહ્યું કે, 'લોકોને હંમેશા જજ કરવાની આદત હોય છે. સાચું કહું તો હું ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ વ્યક્તિ છું. જ્યારે હું અભિનેત્રી નહોતી ત્યારે પણ લોકોએ મને જજ કરી હતી અને હવે પણ કરે છે. લોકો હંમેશા સોશિયલ મીડિયા પર મારા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં રહે છે અને હું સારી રીતે જાણું છું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ પર ટિપ્પણી કરીએ છીએ, તો તે વ્યક્તિ પર તેની શું અસર થાય છે. આ વસ્તુઓથી આપણે સામેની વ્યક્તિને દુઃખી કરી શકીએ છીએ.એટલા માટે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતા પહેલા વિચારવું જોઈએ.' 

આ એક એવો બિઝનેસ છે જે જીવનભર ચાલશે
સિમરત કૌરે આગળ કહ્યું, 'હું આશા નથી રાખતી કે કોઈ મારા વિશેના વિચારો રાતોરાત બદલી નાખે કારણ કે તેઓ કોના વિશે શું વિચારે તે તેમની વિચારસરણી છે. જ્યારે સાચા અર્થમાં આ એક બિઝનેસ છે જે જીવનભર ચાલુ રહેશે. આજે કોઈ વસ્તુ માટે તો કાલે બીજી કોઈ વસ્તુ માટે...મારા માટે અત્યારે સૌથી મોટી વાત ગદર 2માં કામ કરવાની છે, જે દિવસે આ ફિલ્મ રિલીઝ થશે, લોકોને આપોઆપ મારા વિશે ખબર પડી જશે.આટલું જ નહીં લોકોને ફિલ્મની સાથે મારું પાત્ર પણ ગમશે.'

હવે 'ગદર 2'ની રિલીઝને થોડા જ દિવસો બાકી છે.આવી સ્થિતિમાં દર્શકોની ઉત્તેજનાનું સ્તર ખૂબ જ વધી ગયું છે. સકીના અને તારાની પ્રેમ કહાની ક્યાં સુધી પહોંચી છે તે જોવા દરેક લોકો ઉત્સુક છે.  'ગદર 2' 11 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તારા અને સકીનાનો પુત્ર ઉત્કર્ષ શર્મા ભજવશે. ઉત્કર્ષે જ પહેલી ફિલ્મમાં તારા-સકીનાના પુત્રની ભૂમિકા ભજવી હતી. 22 વર્ષ પછી પણ માત્ર ઉત્કર્ષ જ તેના પુત્રના રોલમાં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ