બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / From immunity to blood sugar level many benefits of chewing Curry leaves on an empty stomach

હેલ્થ ટિપ્સ / ઇમ્યુનિટીથી લઇને બ્લડ સુગર લેવલ... રોજ સવારમાં ખાલી પેટ લીમડાના પત્તા ચાવવાથી થશે અનેક ફાયદા

Megha

Last Updated: 12:36 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Curry Leaves Benefits: સ્વાદની સાથે લીમડો તેના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે. તેમાં વિટામિન એ, બી, સી, કેલ્શિયમ, આયર્ન ફોસ્ફરસ અને એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વો મળી આવે છે.

  • લીમડાનું સેવન કરવાથી શરીરના અડધા રોગો દૂર થાય 
  • ખાલી પેટ લીમડો ખાવાથી શું શું ફાયદાઓ થાય છે ?
  • સ્વાદની સાથે લીમડો ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે

Curry Leaves Benefits: લીમડાના પાન આજે દરેક ઘર-ઘરમાં જાણીતી છે. તે ભારતીય રસોડાનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે. તે ફૂડને એક અલગ જ સ્વાદ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાદની સાથે તેના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન ફોસ્ફરસ અને એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વો મળી આવે છે. આયુર્વેદ અનુસાર જો લીમડાનું સવારે ખાલી પેટે સેવન કરવામાં આવે તો શરીરના અડધા રોગો દૂર થઈ જાય છે. 

ચાલો જાણીએ કે ખાલી પેટ લીમડો ખાવાથી શું ફાયદા થાય છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક
શરીરનું વજન ઓછું કરવા માટે તમે લીમડાના પાનનું જ્યૂસ પણ પી શકો છો.જો તમે ખાલી લીમડાના પાનનુ જ્યુસ પીવો છો તો  તેમાં રહેલા ફાઈબરને કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમે ઓવર ઇટિંગથી બચો છોય તેના ગુણધર્મો વધારાની ચરબી અને વિષેલ પદાર્થને શરીરમાંથી  દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે જેથી કેલરી બર્ન થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી તમારું વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાન લાભકારી 
નિયમિતરૂપે લીમડાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. લીમડાના પાનમાં રહેલ ફ્લેવેનોઈડ્સ તથા અન્ય પોષકતત્ત્વોને કારણે શુગર ઓછું થાય છે. લીમડાના પાન કડવા હોય છે, પરંતુ આરોગ્ય માટે લાભકારી છે. લીમડાના પાનમાં ઔષધીય ગુણ રહેલા છે, જેથી બિમારીઓ સામે રક્ષણ મળે છે. આયુર્વેદમાં લીમડાના પાનનો અનેક બિમારીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસ તથા ત્વચા સંબંધિત સમસ્યાતી રાહત મળે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, લીમડાના પાનમાં તિક્ત અને કષાય રસ રહેલો હોય છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું કરે છે. 

ત્વચાની સમસ્યાઓમાં પણ મળશે રાહત
આ સિવાય જે લોકોને ત્વચા સંબંધિત સમસ્યા હોય તેઓ પણ લીમડાના પાનનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમે પાણીમાં લીમડાના પાન નાખીને સ્નાન કરી શકો છો. તેનાથી ત્વચા પરની કોઈપણ પ્રકારની એલર્જી દૂર થઈ શકે છે.

મગજને કરે છે ફાયદો
એક રિપોર્ટ અનુસાર લીમડાના પાનમાં અનેક એવા તત્વો હોય છે જે મગજની રક્ષા કરવામાં મદદ કરે છે. લીમડાના પાન સિવાય તેનું તેલ પણ ફાયદો કરે છે. તેમાં એન્ટી બાયોટિક અને એન્ટી ફંગલ હુણ હોય છે એવામાં તે ઈન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે. 

શરીરને ડિટોક્સ કરે છે લીમડાના પાન
અનેક ફાયદાની સાથે શરીરને ડિટોક્સ કરવામાં પણ લાભદાયી છે. શરીર અંદરથી સાફ નહીં હોય તો વજન ઘટાડવાનું મુશ્કેલ બને છે. એવામાં લીમડાના પાનની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે. 

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક
લીમડાના પાનમાં ઘણા પ્રકારના વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. 

કેવી રીતે સેવન કરવું?
નિયમિતરૂપે સવારે 4-5 લીમડાના પાનનું ચાવીને સેવન કરવાથી લાભ થાય છે. તમે લીમડાના પાન ખાઈને પાણીનું સેવન કરી શકો છો. જે લોકો નિયમિતરૂપે લીમડાના પાનનું સેવન કરી શકતા નથી તેઓ લીમડાના તેલનો ઉપયોગ કરી શકે છે. લીમડાનું તેલ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. 

લીમડાના પાનનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યા સામે રાહત મળે છે. આ લીમડાના પાનનું સેવન કરવાથી ત્વચાના રોગ સામે રક્ષણ મળે છે. ઉપરાંત વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહે છે અને બિમારીઓ થવાનું જોખમ રહેતુ નથી. આ પાન પીસીને પણ તેનું ચૂર્ણ બનાવી શકાય છે. 

લીમડાના પાન કોણે ના ખાવા જોઈએ?
જે લોકો શારીરિક રીતે નબળા હોય, ગર્ભવતી મહિલાઓ, વડીલ અને નાના બાળકોએ લીમડાના પાન ના ખાવા જોઈએ. બ્લડ પ્રેશરના દર્દીઓ, શરીરના દુખાવાથી પરેશાન, જે લોકોની સર્જરી થઈ હોય તેમણે લીમડાના પાન ના ખાવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ