From Babita to Popatlal, you will be annoyed to know the daily salary of these stars
TMKOC /
બબીતાથી પોપટલાલ સુધી, આ સ્ટાર્સની દરરોજની સેલેરી જાણીને થઈ જશો હેરાન
Team VTV04:54 PM, 18 May 22
| Updated: 04:57 PM, 18 May 22
T.V. સીરીયલ ' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના બધા જ પાત્રો એટલે કે 'જેઠાલાલ' થી લઈને પોપટલીલ સુધી, દર્શકો વચ્ચે પોપ્યુલર થઈ ચુક્યા છે. પરંતુ તમે તારક મહેતાના પાત્રોની સેલેરી જાણીને ચોકી જશો. તો ચાલો આજે તમને ' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કાસ્ટની સેલેરી વીશે જણાવીએ.
DILIP JOSHI : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ચંપકલાલ ગડાનુ પાત્ર ભજવતા એક્ટર દિલીપ જોશી દર્શકોના મન પસંદ બની ગયા છે. તે શોના લીટ એક્ટર છે. એવામાં દિલીપ જોશીને સૌથી વધુ ફીસ મળે છે. મીડિયા રિપોટ્સ અનુસાર, જેઠાલાલને એક એપિસોડ કરવાનાં 1.5 લાખ ફીસ મળે છે.
MUNMUN DUTTA: 'તારક મહેતા કા ઉલટા ચશ્માં 'માં બબીતાનો રોલ ભજવતી એકટ્રેસ મુનમુન દત્તાની ફેન ફોલોઈંગ પણ કોઈનાથી ઓછી નથી. શો માં બબીતા અને જેઠાલાલની જોડી લોકોને ખુબ જ પસંદ આવે છે. મીડિયા રિપોટ્સ અનુસાર, બબીતાને એક એપિસોડ કરવાનાં 35થી 50 હજાર ફીસ લે છે.
AMIT BHATT : પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્મા માં બાપૂજીનો રોલ કરનાર એક્ટર અમિત ભટ્ટને પણ લોકો ખૂબ પસંદ કરે છે. અમિત 48 વર્ષના છે પરંતુ શો મા જેઠાલાલા પિતાનો રોલ ભજવે છે, મીડિયા રિપોટ્સ અનુસાર, અમિત એક એપિસોડ કરવાનાં 70 થી 80 હજાર ચાર્જ લે છે.
SHYAM PATHAK : પોપટલાલનો પાત્ર ભજવવા વાળા એક્ટર શ્યામ પાઠક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં પત્રકારનો રોલ ભજવે છે. તેમના સિંગલ સ્ટેટસનો શો માં મજાક ઉડાવવામાં આવે છે. મીડિયા રિપોટ્સ અનુસાર, શ્યામ એક એપિસોડ કરવાનાં 28 થી 30 હજાર ફીસ લે છે.
TANUJ MAHASHABDE : શો મા સાઈન્ટિસ્ટ અને બબીતાના પતિનો રોલ ભજવતો એક્ટર કૃષ્ણા ઐયરની ભુમિકા ભજવતા એકટર તનુજનું નામ પણ લિસ્ટમાં શામેલ છે.માડિયા રિપોર્ટસના મુજબ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના મેકર્સ તનુજને દર એપિસોડના 65થી 80 હજાર મળે છે.
SHAILESH LODHA : તારક મહેતા કા ઉલટા ચશ્મા માં તારક મહેતાનો પાત્ર ભજવતા એક્ટર શૈલેશ લોઢાના કામની હમેશા તારીફ થઈ છે. શૈલેશ એક કવિ, કોમેડિયન અને એક લેખક પણ છે. મીડિયા રિપોટ્સ અનુસાર, શૈલેશ એક એપિસોડ કરવાનાં 1 લાખ લે છે.