બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / ટેક અને ઓટો / Fridge maintain tips temperature level of fridge in summer

તમારા કામનું / ફ્રિજ લાંબા સમય સુધી ખરાબ ના થાય તે માટે ફોલો કરો આ 5 ટીપ્સ

Manisha Jogi

Last Updated: 05:40 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રિજની યોગ્ય પ્રકારે કાળજી થવી જરૂરી છે અને તેનો ઉપયોગ પણ યોગ્ય પ્રકારે કરવો જઈએ. આ ટીપ્સ ફોલો કરવાથી ફ્રિજમાં કોઈપણ પ્રકારની સમસ્યા નહીં આવે અને વધુ સમય સુધી ચાલશે.

  • ફ્રિજ વગર રસોડાનું કામ કરવું શક્ય નથી.
  • ફ્રિજની યોગ્ય પ્રકારે કાળજી થવી જરૂરી છે.
  • આ ટીપ્સ ફોલો કરવાથી ફ્રિજમાં નહીં આવે કોઈ સમસ્યા.


આજકાલ મોટાભાગના ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજ વગર રસોડાનું કામ કરવું શક્ય નથી. આ કારણોસર ફ્રિજની યોગ્ય પ્રકારે કાળજી થવી જરૂરી છે અને તેનો ઉપયોગ પણ યોગ્ય પ્રકારે કરવો જઈએ. ફ્રિજનું યોગ્ય પ્રકારે ધ્યાન રાખવામાં આવે તો કોઈપણ રિપેરિંગ વગર અથવા રિપ્લેસ કર્યા વગર વર્ષો સુધી ચલાવી શકાય છે. જો તમે પણ એવું ઈચ્છો છો કે, તમારું ફ્રિજ વધુ સમય સુધી ચાલે તો તે માટે અહીંયા તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએ. આ ટીપ્સ ફોલો કરવાથી ફ્રિજમાં કોઈપણ પ્રકારની સમસ્યા નહીં આવે અને વધુ સમય સુધી ચાલશે. 

દર વર્ષે બદલો ફ્રિજની રબરસીલ
ફ્રિજના દરવાજા પર લાગેલ રબરસીલને દર 12 મહિને એક વાર ચેક કરવી જોઈએ. જો આ રબરસીલ ઢીલી થઈ જાય અથવા કોઈ જગ્યાએથી ફાટી જાય તો તેને તાત્કાલિક બદલી લેવી જોઈએ. આ પ્રકારે કરવામાં ના આવે તો ફ્રિજમાં કુલિંગ નહીં થાય અને કોમ્પ્રેસર પર વધુ લોડ આવશે. 

કંડેસનર કોઈલ્સ અને ફેનને સાફ કરો
ફ્રિજની પાછળ કંડેસનર કોઈલ્સ અને ફેનને વર્ષમાં બે વાર સાફ કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી ફ્રિજની 70 ટકા સમસ્યા ઓછી થઈ શકે છે. કોઈલ્સ અને ફેનમાં ધૂળ એકઠી થવાને કારણે કંડેસનર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આ કારણોસર ફ્રિજને ઠંડુ કરવામાં મુશ્કેલીઓ પડે છે. 

ફ્રીઝરના વેંટ્સની સફાઈ કરો
ફ્રીઝરના વેંટ્સમાં બ્લોકેજ થઈ જવાથી ફ્રીઝરમાં કુલિંગની સમસ્યા આવી શકે છે. આ પ્રકારની સમસ્યા ના થાય તે માટે વેંટ્સને નિયમિતરૂપે સાફ કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ફ્રીઝરમાં વેંટિલેશન જળવાઈ રહે છે અને વીજળીની બચત પણ થાય છે. 

ટેમ્પરેચર યોગ્ય રાખો
ટેમ્પરેચર કંટ્રોલ સેટીંગ્સને ચેક કરતા રહો. આ પ્રકારે કરવાથી ફ્રિજ પર લોડ પડતો નથી. ટેમ્પરેચર સેટિંગ્સ હંમેશા 38થી 42 ફારેનહાઈટ વચ્ચે હોવું જોઈએ. ફ્રીઝરનું ટેમ્પરેચર 0થી 1 ફારેનહાઈટ વચ્ચે હોવું જોઈએ. આ પ્રકારે કરવાથી ફ્રિજમાં લાંબા સમય સુધી કોઈ સમસ્યા નહીં રહે.

ફ્રિજને દર મહિને ડિફ્રોસ્ટ
નવી ટેકનોલોજી અનુસાર રેફ્રિજરેટરમાં ઓટોમેટીક ડિફ્રોસ્ટિંગ થાય છે. જૂના રેફ્રિજરેટમાં મેન્યુઅલી ડિફ્રોસ્ટિંગ કરવું પડે છે. ડિફ્રોસ્ટિંગ કરવાથી ફ્રિજમાં બિલ્ડ અપ થતું નથી અને વીજળીનો વધુ ઉપયોગ થતો નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ