બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / વિશ્વ / Fourth wave of Coronavirus omicron BA.2 in China

કોરોના વિસ્ફોટ / ચીનમાં હોસ્પિટલો હાઉસફુલ તો ક્વોરન્ટાઇન માટે નથી જગ્યા, હવે માત્ર આટલાં દિવસમાં મેડિકલ જથ્થો થઇ જશે ખાલી!

Dhruv

Last Updated: 12:19 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં કોરોનાનાં કેસો વધતા ફરીથી પરિસ્થિતિ અત્યંત ગંભીર થતી જઇ રહી છે. ત્યારે સતત કેસો વધવાના કારણે ચીનના અનેક વિસ્તારોમાં મેડિકલ સાધનસામગ્રીની ઉણપ વર્તાઇ રહી છે.

  • કોરોનાનાં કેસો વધતા ચીનમાં બગડી રહી છે હાલત
  • અનેક વિસ્તારોમાં ખૂટી રહ્યાં છે મેડિકલના સંસાધનો
  • વૃદ્ધોને પણ નથી મળી રહ્યો બૂસ્ટર ડોઝ

ચીનમાં કોરોનાના કેસો વધતા તજજ્ઞોનું કહેવું છે કે, આવનારા સપ્તાહમાં ચીનની સ્વાસ્થ્ય સેવાઓ પર દબાવ વધારે વધી શકે છે. ચીનમાં છેલ્લાં 10 અઠવાડિયામાં 14,000 થી વધુ કેસ નોંધાયા છે. એવું માનવામાં આવે છે કે, ઓમિક્રોનના કારણે કેસો સતત ઝડપથી વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં ચીને અનેક શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. એવી આશંકા સેવાઇ રહી છે કે, ચીનની અર્થવ્યવસ્થા પર પણ તેની માઠી અસર પડી શકે છે.

ટેસ્ટિંગ માટે અછત જેવી સ્થિતિ

ચીનના કેટલાંક વિસ્તારો તો પહેલેથી જ આ સંકટનો સામનો કરી રહ્યાં છે. વાસ્તવમાં અહીંના લોકોને ટેસ્ટ માટે ઘણું કષ્ટ ઉઠાવવું પડી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, ચીનની સખ્ત 'ઝીરો કોવિડ પોલિસી' હેઠળ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. ચીનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલિનમાં હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન કરવા માટે જગ્યા ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, અહીં કોરોનાને રોકવા માટે માત્ર 2-3 દિવસનો જ મેડિકલ સપ્લાય ઉપલબ્ધ છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના એપિડેમિયોલોજીના પ્રોફેસર ચેન ઝેંગમિને જણાવ્યું કે, સંક્રમણને રોકવા માટે પ્રતિબંધો સહિતના વર્તમાન પગલાં પૂરતા છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે આગામી બે અઠવાડિયા પૂરતા છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ આ પગલાં બાદ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે છે.

ચીનમાં તમામ વૃદ્ધોને નથી મળી રહ્યો બૂસ્ટર ડોઝ 
 
ચીને કોરોના વિરૂદ્ધ 'ઝીરો કોવિડ પોલિસી' અપનાવી છે. જેમાં, સંક્રમિતોની ઓળખ કરવામાં આવે છે, પછી તેઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. ચીનમાં અંદાજે 90% વસ્તીએ કોરોનાની રસી મેળવી લીધી છે. જો કે, ચાઇનીઝ નિષ્ણાંતો એવો દાવો કરી રહ્યાં છે કે, પર્યાપ્ત વૃદ્ધ લોકોને બૂસ્ટર ડોઝ નથી લાગ્યાં કે જે સંક્રમણ અને મૃત્યુનું જોખમ ઊભું કરે છે. એ પણ સ્પષ્ટ નથી કે ચીનની રસી ઓમિક્રોનને રોકવામાં કેટલી અસરકારક છે.

લાખો લોકો કેદમાં જીવવા મજબૂર

ચીનના અનેક શહેરોમાં લોકડાઉનના કારણે લોકોને ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. 17 મિલિયનની વસ્તી ધરાવતા શેનજેનમાં લોકોને કહેવામાં આવ્યું કે, ઘરનો એક જ સભ્ય બે કે ત્રણ દિવસમાં એક વખત જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર જઈ શકે છે. શેનજેનના લોકોએ આ પ્રતિબંધો પર સવાલ ઉઠાવ્યાં છે. શેનજેનના રહેવાસી પીટર કહે છે કે, ઓમિક્રોન સામે લડવાનો આ યોગ્ય રસ્તો નથી. તેમણે કહ્યું કે, અમે વિદેશમાં જોયું છે કે ઓમિક્રોન શરદીની જેમ હોય છે. તેનાથી અનેક લોકો સાજા પણ થઇ ગયા છે. તો પછી આપણને શા માટે કેદ કરવામાં આવી રહ્યાં છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ