બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Fourth Test between India and Australia in Ahmedabad today

INDvsAUS / નમો સ્ટેડિયમમાં PM મોદીની હાજરીથી ફેન્સમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હાજર, કરાયું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

Malay

Last Updated: 11:27 AM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ નિહાળી રહ્યા છે. તો સ્ટેડિયમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • આજે ભારત અને એસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની હાજર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહી છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં સીધા ક્વોલિફાય થવા માટે આજે શરુ થનારી ટેસ્ટ જીતવી જરુરી છે. આજે જ્યાં મેચ રમાવા જઈ  રહી છે તે અમદાવાદનું સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, પરંતુ ખાસ વાત એ છે કે જેમના નામ પર આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટેડિયમમાં બેસીને એક પણ લાઈવ મેચ નથી જોઈ. જોકે, પીએમ નરેન્દ્ર મોદી આ મેચને જોવા માટે આવ્યા છે, એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલ્બનીઝ પણ આ મેચ નિહાળશે. બંને દેશના વડાપ્રધાન હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાજર છે. 

જુઓ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનો રોમાંચ

10:10 AM

થોડીવાર બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ટેડિયમ ખાતેથી રાજભવન જવા રવાના થયા હતા. મેચની મજા માણ્યા બાદ આજે રાજભવન ખાતે પીએમ મોદી સરકાર અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે. જેમાં બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જે બાદ બપોરે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.

09:20 AM
બંને ટીમોની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, મેથ્યુ કુહનમેન અને નાથન લાયન.

09:15 AM
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 4 મેચની સિરીઝની આ છેલ્લી અને મહત્વપૂર્ણ મેચ છે. હાલમાં ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. આ મેચ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને તક આપવામાં આવી છે. જ્યારે કાંગારુ ટીમની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 

09:00 AM
અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો છે. બંને દેશના વડાપ્રધાનની હાજરીમાં ટોસ ઉછાળવામાં આવ્યો હતો.  ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરશે.
 

08:55 AM
અમદાવાદમાં નમો સ્ટેડિયમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ શરૂ થશે. બંને દેશના PMના આગમનને લઈ લાખોની ભીડ ઉમટી પડી છે. મોટી સંખ્યામાં લોકો નમો સ્ટેડિયમ ખાતે પહોચ્યા છે. લોકોની ભારે ભીડને ધ્યાને રાખીને મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો છે.
 

08:48 AM
ઓસ્ટ્રેલિયાન પીએમ એલ્બેનીઝ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે. તેમનું સ્ટેડિમય ખાતે નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. 

08:25 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિમય ખાતે પહોંચી ગયા છે. સ્ટેડિયમ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી દ્વારા સ્વાગત કરાયું. 

08:14 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવવા માટે રવાના થયા છે. થોડીવારમાં પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે. સ્ટેડિયમ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  

08:10 AM
અમદાવાદમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે દર્શકો મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યાં છે. મોટાભાગની ટિકિટો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બુક કરવામાં આવી છે. આ દરમિયાન કાર્યકર્તાએ જણાવ્યું કે, સ્ટેડિયમનું નામ જ નરેન્દ્ર મોદી છે એટલે ટીમ ઈન્ડિયાની જીત નક્કી છે.

08:01 AM
#BorderGavaskarTrophy2023ની ફાઇનલ ટેસ્ટ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં દર્શકો આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે આજની મેચ નિહાળશે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ