બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / four year old girl fell on road height of 25 feet immediately got up started going home video viral

VIDEO / આને કહેવાય રામ રાખે તેને કોણ ચાખે, 25 ફૂટની ઉપરથી નીચે પડી ચાર વર્ષની બાળકી, પછી થયો ચમત્કાર

Manisha Jogi

Last Updated: 10:18 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાળકી 25 ફૂટની ઉંચાઈએથી બાઈકની સીટ પર પડી અને તેને ઈજા થઈ નથી.

  • સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. 
  • ચાર વર્ષની બાળકી 25 ફૂટની ઉંચાઈએથી પડી. 
  • બાળકીને સહેજ પણ ઈજા થઈ નથી. 

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ચાર વર્ષની બાળકી રસ્તા પર પડી ગઈ છે અને તે ઊભી થઈને ચાલવા લાગે છે. બાળકી 25 ફૂટની ઉંચાઈએથી બાઈકની સીટ પર પડી અને તેને ઈજા થઈ નથી. 

આ વિડીયો મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના રિસોડ શહેરનો છે. 25 એપ્રિલના રોજ આ બાળકી તેના ઘરની સામે ઊભા રહેલ બાઈકની સીટ પર પડી હતી. બાળકી બાઈકની સીટ પરથી રસ્તા પર પડી જાય છે. તે ઊભી થાય છે અને ચાલવા લાગે છે. લોકો જણાવી રહ્યા છે કે, બાળકી અંદાજે 20થી 25 ફૂટ ઉપરથી પડી છે. 

 

આવો જ એક પ્રકારનો અન્ય કિસ્સો પણ સામે આવ્યો હતો. ઉત્તરાખંડના ઋષિકેશમાં એક બાળકી રમતા રમતા ત્રીજા માળેથી પડી ગઈ હતી, પરંતુ તેને ઈજા થઈ નહોતી. રોજ પર પડ્યા પછી બાળકીની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ તેને કંઈ થયું નહોતું. ડૉકટરોએ આ બાબતને એક ચમત્કાર ગણાવ્યો હતો. 

ઋષિકેશમાં દોઢ વર્ષની બાળકી ત્રીજા માળે તેના ઘરે રમી રહી હતી. આ દરમિયાન તે બાલ્કનીમાંથી રસ્તા પર પડી ગઈ હતી. બાળકીને રોડ પર પડતા જોઈને ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકીને લેવા માટે પાડોશી તાત્કાલિક દોડ્યા હતા. પરિવારજનો સાથે તાત્કાલિક ઈમરજન્સીમાં હોસ્પિટલ લઈ ગયા હતા. એક્સરે, સીટી સ્કેન, તથા અન્ય ટેસ્ટ કર્યા હતા. આ તમામ રિપોર્ટ નોર્મલ હતા અને બાળકીને કંઈ નુકસાન થયું નહોતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ