બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Four people drowned in a car in Dashela village of Gandhinagar

ગાંધીનગર / 'પપ્પા કાર તળાવમાં ખાબકી છે..' કટ થઈ ગયો ફોન, અમદાવાદના નારોલના યુવકોની કાર તળાવમાં ઉતરી જતાં દુર્ઘટના, 4ના મોત, 1ની શોધખોળ

Dinesh

Last Updated: 08:42 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news : ગાંધીનગરના દશેલા ગામના તળાવામાં કાર ખાબકતા કાર સવાર ચાર લોકોના ડૂબવાથી મૃત્યું થયા છે. જ્યારે એક લાપતાની શોધખોળ હાથ ધરાઈ છે.

  • ગાંધીનગરના દશેલા ગામમાં પાણીના પ્રવાહમાં કાર ડૂબી
  • કારમાં સવાર 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા
  • હજુ પણ એક વ્યક્તિની શોધખોળ ચાલુ


રાજ્યમાં આજે ડૂબવાની બે ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં દશેલા ગામમાં પાણીના પ્રવાહમાં કાર ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. તેમજ વલસાડના પારડીની કોલક નદીમાં ન્હાવા પડેલા 5 યુવકો ડૂબ્યા છે. જેમાં સ્થાનિકોએ 4 યુવકોને બચાવ્યા છે તેમજ એકની શોધખોળ ચાલી રહી છે.

Topic | VTV Gujarati

ચાર લોકોના મોત
ગાંધીનગરના દશેલા ગામના તળાવામાં કાર ખાબકતા કાર સવાર ચાર લોકોના ડૂબવાથી મૃત્યું થયા છે. જ્યારે એક લાપતાની શોધખોળ હાથ ધરાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો યુવકો ગુમ થયાની પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મોબાઈલ લોકેશન ચેક કર્યા હતા. જેના આધારે તપાસ કરતા કાર તળાવમાંથી મળી આવી હતી. જો કે, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનમાં ફરવા ગયા હતા
પાપ્ત માહિતી મુજબ આ તમામ યુવાનો રાજસ્થાનમાં ફરવા ગયા હતા. ત્યાંથી રિટર્ન ફરતી વેળા તેમના એક સાથી મિત્રને ગાંધીનગરના દશેલા ગામમાં મુકવા માટે ગયા હતા. ત્યારે આ દૂર્ઘટના ઘટી હતી. જે દરમિયાન એક યુવકે તેના પપ્પાને કોલ કરીને કહ્યું પણ હતું કે, પપ્પા કાર તળાવમાં ખાબકી છે. જેના પછી તરત જ ફોન કટ થઈ ગયો હતો. અત્રે જણાવીએ કે, અમદાવાદના નરોડાના 4 વ્યક્તિ રહેવાસી હતાં. 

મૃતકના નામની યાદી
નિમેષ પરમાર
ભરત સોલંકી
વિનય નાઈ
ગૌરાંગ ભટ્ટ

વલસાડમાં 5 યુવકો ડૂબ્યા
વલસાડના પારડીની કોલક નદીમાં ન્હાવા પડેલા 5 યુવકો ડૂબ્યા હતાં. સ્થાનિક લોકોએ 4 યુવકોને બચાવ્યા છે. તેમજ હાલમાં એક યુવકની શોધખોળ ચાલી રહી છે. તમામ યુવક ટુકવાડાના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ