બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / ભારત / Politics / Former Union Minister of State Naran Bhai Rathwa may join BJP

રાજનીતિ / લોકસભા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી જોડાશે ભાજપમાં, ગુજરાતથી હતા MP

Priyakant

Last Updated: 08:18 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: પાંચ વખત લોકસભાના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી રહી ચૂકેલા નેતાનો રાજ્યસભાનો કાર્યકાળ તાજેતરમાં જ પૂરો થયો

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ખાસ કરીને તો ગુજરાત કોંગ્રેસ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણ એમ છે કે, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એવી ચર્ચા છે કે, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ નારણભાઈ રાઠવા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે, રાઠવાની ગણતરી મોટા નેતાઓમાં થાય છે. રાઠવા UPA સરકારમાં રેલ્વે રાજ્ય મંત્રી હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો છે.

કોણ છે નારણભાઈ રાઠવા ? 
67 વર્ષના નારણભાઈ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા. રાઠવા 1989માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી તેઓ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા. તેઓ છોટા ઉદેપુરના સાંસદ હતા. તેઓ 2004 થી 2009 વચ્ચે યુપીએ-1માં રેલ્વે રાજ્ય મંત્રી હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં રાઠવા ભાજપના રામસિંહ રાઠવા સામે ચૂંટણી હારી ગયા હતા. આ પછી, તેમણે લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું ન હતું. 2018માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા. તાજેતરમાં જ તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે.

વધુ વાંચો: ગુજરાતમાં લોકસભાની એક બેઠકનું નામ ફાઇનલ, સેન્સમાં કોઈએ ન નોંધાવી દાવેદારી

નારણભાઈ રાઠવા સિવાય અહેમદ પટેલના પુત્રી પણ નારાજ 
આ તરફ ન માત્ર નારણભાઈ રાઠવા પણ ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસી નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રી પણ નારાજ હોવાનું કહેવાય છે. વાસ્તવમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી પર લગભગ સમજૂતી થઈ ગઈ છે. ગુજરાતની ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને મળી શકે છે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને આશા હતી કે, પાર્ટી તેમને અથવા તેમના ભાઈ ફૈઝલને ભરૂચમાંથી મેદાનમાં ઉતારશે. પરંતુ કોંગ્રેસે આ સીટ આમ આદમી પાર્ટી માટે છોડી દીધી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ